બ્યુટી હેર ટીપ્સ

વેબ દુનિયા|

N.D
- લીંબુના રસમાં આમળાનું ચૂરણ મિક્સ કરી વાળની જડમાં લગાડવાથી વાળ જલ્દી ગ્રો કરે છે.

- રાત્રે આમળાંનુ ચૂરણ પલાળી દો અને સવારે તેને મસળીને પાણી કાઢી લો. આ પાણીમાં એકાદ બે વધુ રસવાળા લીંબુ નીચોવી દો. આ પાણીથી વાળ ધોઈ લો.

- પાકા અને સૂકા આમળાંના ચૂરણને નારિયળના તેલમાં મિક્સ કરો. તમે ઈચ્છો તો તેમા ચમેલીનુ તેલ પણ નાખી શકો છો. પછી તે તેલથી વાળની માલિશ કરો.

- જો તમારા વાળ વધુ ઓઈલી છે તો વાળમાં દહી ફેંટીને લગાવો. 20 મિનિટ પછી વાળ ધોઈ લો. આ વાળની ઉંડાઈ સુધી સફાઈ કરે છે અને વાળમાં નવી ચમક લાવે છે.
- થોડા ગરમ પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરો, અને આ પાણીથી વાળને ફાઈનલ ટચ આપો(વાળ ધોયા પછી છેલ્લે આ પાણી વાળ પર નાખો) વાળમાં નવી ચમક આવશે.

- બેસન, લીંબૂનો રસ અને દહી આ બધાને સમાન માત્રામાં લઈને વાળમાં મસાજ કરો. પછી વાળને ધોઈ લો. છેવટે વાળને લીંબૂના પાણીની ફાઈનલ ટચ આપો.


આ પણ વાંચો :