પગની પાની ચમકશે તો ચેહરો ખીલશે !

વેબ દુનિયા|
N.D
પગના તળિયાને શરીરનું બીજુ હૃદય કહેવામાં આવે છે, કારણ કે તળિયા પર એક ગાદી જેવો માંસનો ભાગ હોય છે. જેના પર ઘણા બધા રોમ છિદ્ર હોય છે. તેનો આકાર ત્વચાના રોમ છિદ્ર કરતા મોટો હોય છે. જ્યારે આપણે ચાલીએ છીએ આ ગાદી પર આખા શરીરનો દબાવ પડે છે. જેના ફળસ્વરૂપ રોમ છિદ્ર ફેલાય છે આ રોમ છિદ્રોના માધ્યમથી ઓક્સિજન અંદર જાય છે અને ગાદીમાં આવેલ ટોક્સીન પરસેવાના રૂપમાં બહાર આવી જાય છે. જેવુ પગના તળિયાના સ્પંજ પર દબાણ પડે છે, તેવુ જ રક્તવાહિનીઓ પર દબાણ વધવા માંડે છે અને રક્ત ઝડપથી ઉપરની બાજુ ધકેલાય છે. આ જ કારણ છે કે પગપાળા ચાલવાથી હૃદય રોગીઓને સૌથી વધુ ફાયદો થાય છે.

જો પગના તળિયા ગંદા, ફાટેલા છે તો શરીરની ત્વચા પણ એવી જ રહેશે. કારણ સ્પષ્ટ છે. જો તળિયાની નિયમિત રૂપથી સફાઈ અને માલિશ કરવામાં આવતી હોય તો શરીરની ત્વચાને વધુમાં વધુ ઓક્સિજન અને શુદ્ધ લોહી મળે છે. તેથી કહેવાય છે કે 'પગની પાની ચમકશે તો ચહેરો ખીલશે'

તળિયાની દેખરેખ માટે...

- રાત્રે સૂતાં પહેલા તળિયાની સફાઈ કરો અને 3 મિનિટ ગરમ અને 1 મિનિત ઠંડો સેક ત્રણ વાર લો.
- તળિયાની નિયમિત માલિશ કરો. માલિશ માટે તેલની પસંદગી તળિયાની પ્રકૃતિ મુજબ કરો. સુકી અને પરસેવો છોડતા તળિયા માટે વેસલીન અને ચંદનનુ તેલ મિક્સ કરીને માલિશ કરો.

બાળકો અને મહિલાઓની સૂકી અને કડક એડિયોમાં જૈતૂનનુ તેલ અને અને ચાલ મોગરાનુ તેલ મિક્સ કરીને માલિશ કરો

ફાટેલી એડિયોની માલિશ સરસિયાના તેલ, વેસલીનમાં લીંબૂ મિક્સ કરીને કરો અએન જે તળિયામાં સ્પંજ ઓછો થઈ ગયો હોય, ખેંચ થતી હોય અને એડીમાંથી લોહી આવતુ હોય તો શંખપુષ્પી અને નારિયળનુ તેલ મિક્સ કરીને માલિશ કરો.
- સવારે સ્નાન કરતી વખતે તળિયાને રગડીને સાફ કરો અને સ્નાન પછી સાદા સરસિયાનું તેલ લગાવો.

- ઊંચી એડીના ચપ્પલ, સેંડલ અને બૂટથી બચો, કારણ કે આનાથી લોહીનો પ્રવાહ અસામાન્ય થાય છે.

- રોજ 1.5થી 20 મિનિટ ખુલ્લા પગે ઘાસમાં કે સાધારણ ભીની માટીમાં જરૂર ચાલો.
- તળિયાનો સ્પંજ વધારવા માટે માટી કે કાંકરેટ (કપચી) પર ઉછળકૂદ કરો. આવુ કરવાથી કેન્દ્રીય તંત્રિકા તંત્ર ઝડપથી વિકસિત થઈ સંતુલિત હાર્મોનોના સ્ત્રાવમાં મદદ કરે છે.


આ પણ વાંચો :