ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (18:06 IST)

સ્કિન ટોન મુજબ ચહેરા પર આ રીતે લગાવવી હળદર, 2-3 ઉપયોગમાં ગ્લો જોવાશે

કહીએ છે કે કોઈ પણ વસ્તુનો અધૂરો જ્ઞાન તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે ખાસ કરીને ખાવા-પીવા અને બ્યુટી કેયર પ્રોડ્ક્ટને આખી જાણકારી પછી જ ઉપયોગ કરવો જોઈએ. આજે અમે તમને કાચી 
હળદરના એવા બ્યુટી ટીપ્સ જણાવીશ જેનો ઉપયોગથી  તમે તમારા ચહેરા પર નિખાર લાવી શકો છો. આ ઉપાયને ઉપયોગ કરવાથી પહેલા તમારી સ્કિન ટોન વિશે પણ જરૂર જાણી લેવા જોઈએ. 
 
ઑયલી સ્કિન માટે 
તમરી સ્કિન જો ઑયલી છે તો તમને કાચી હળદરનો એક ટુકડો લઈને તેને છીણી લો. ઝીણી છીણેલી હળદરને બે ચમચી ચણાના લોટમાં ગુલાબજળની સાથે મિક્સ કરી લો.   હવે તૈયાર પેસ્ટને 20 મિનુટ સુધી 
ચહેરા પર લગાવો. જ્યાર આ પેક હળવુ સૂકી જાય તો હળવા હાથથી રગડતા આ પેકને છુડાવી લો. તાજા પાણીથી ચહેરો ધોઈ લો અને તમારી રેગ્યુલર ક્રીમ કે મૉશ્ચરાઈજર અપ્લાઈ કરી લો. અઠવાડિયામાં 3 
વાર આ પેક ચહેરા પર લગાવો. વધારે વાર પણ લગાવી શકો છો પણ ઓછામાં ઓછા 3 વાર જરૂર આવુ કરવું. તમને ઑઈલી સ્કિનથી છુટકારો મળશે અને તમારી સ્કિનથી ખીલ- ફોલ્લીની સમસ્યા અને જૂના ડાઘ 
પણ દૂર થઈ જશે. 
 
ડ્રાઈ સ્કિન માટે 
ધુળેલી કાચી હળદરને નાના ઝીણું છીણી લો. જ્યારે આ આશરે એક ચમચી થઈ જાય તો હળદરને એક વાટકીમાં રાખી લો અને તેમાં ઉપરથી એક ચમચી મલાઈ નાખી દો. હવે હળદર અને મલાઈને સારે રીતે 
મિક્સ કરો અને પછી આંગળીથી ચહેરા અને ગરદન પર લગાડો. 20 મિનિટ પછી આંગળીઓને સર્કુલર મોશન એટલે કે ઘડિયાલના સૂઈજી જેમ ફેરવતા ચહેરા અને ગરદનની મસાજ કરવી. તેમાથી તમારી 
સ્કિનની ડેડ સેલ્સ નિકળવાની સાથે પોર્સથી ત્વચાને પૂરતો પોષણ આપવામાં મદદ મળશે. તમે આશરે 10 મિનિટ સ્કિનની આ રીતે  મસાજ કરવી અને હૂંફાણા પાણીથી ચહેરો ધોઈ લો.