ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (09:21 IST)

ચહેરા મુજબ પરફેક્ટ લિપસ્ટીક કેવી રીતે સિલેક્ટ કરવી? જાણો 5 બેસિક ટિપ્સ

લિપસ્ટીક મેકઅપનો ખૂબ જરૂરી ભાગ ગણાય છે. લિપ્સટીકથી દરક મહિલાનો ચહેરો ખીલી જાય ચે. પણ હમેશા મહિલાઓ આ વાતને લઈને કફ્યૂજ રહે છે કે તેણે કઈ લિપસ્ટીક લગાવવી જોઈ કે પછી તેમના પર 
કયુ રંગ વધારે સૂટ કરશે. ત્વચાની રંગતના મુજબ યોગ્ય રંગની લિપસ્ટીક લગાવવાથી જ્યાં એક બાજુ તમને આકર્ષક લુક મળે છે તેમક ખોટી લિપસ્ટીક લગાવવાથી તમારો લુક બગડી શકે છે. તેથી ત્વચાની 
રંગતને સારું સમજીને યોગ્ય રંગની લિપસ્ટીક લગાવવી. 
 
- જો તમારો સ્કીન ટોન સાફ છે તો પીચ કે ન્યૂડ પિંક રંગ કે વાદળી રંગની શેડવાળી લિપસ્ટીક સૂટ કરશે. આ કલર્સમાં મેટ પેટર્ન ખરીદવું. આંખ પર હળવા મેકઅપની સાથે હોંઠ પર ડાર્ક રંગની લિપ્સ્ટીકથી તમને 
બોલ્ડ લુક મળશે. 
 
- તમારો સ્કીન ટોન શ્યામ ( Wheatish) છે તો ડાર્ક શેડની લિપસ્ટીક અહીં સુધી કે લાલ કે ઓરેંજ રંગની લિપ્સ્ટીક પણ લગાવી શકો. આ રંગતની ત્વચા પર હળવાથી લઈને ડાર્ક લિપસ્ટીક સૂટ કરે ચે. 
લિપસ્ટેક લગાવતા સમૌએ આ વાતનો ધ્યાન રાખો કે તમારા ચહેરા પર બ્રાઈટનેસ હોય અને ડલ નહી જોવાય. 
 
- જો તમારી રંગ ન્યૂટ્રલ ચે તો ડાર્ક પિંક, વાદળી કે ભૂરા રંગની લિપસ્ટીક લગાવો. હમેશા મેટ લિપસ્ટીક લગાવવાની કોશિશ કરવી જેનાથી તમને યોગ્ય અને ક્લાસી લુક મળશે. 
 
- જો તમારી ત્વચાનો રંગ સાંવલો છે તો તમે શીયર ગ્લાસ્ડ કે મરૂન કે ભૂરા રંગની લિપસ્ટીક લગાવી શકો છો. આ તમારા ઉપર સૂટ કરશે. આંખો પર સ્મોકી લુક્વાળો મેકઅપ અને શીયર ગ્લોસની સાથે ન્યોડ 
લિપ્સ હંમેશાં તમને જુદો જોવાવે છે. 
 
- ક્લાસિક ન્યૂડ શેડ ગોરી રંગની છોકરીઓના હોંઠ વધારે ફાવે છે. આમ તો ગોરા રંહની ત્વચા પર દરેક રંગ ખિલે છે. પણ ન્યૂડ રંગ સૌથી ઉપયુક્ત હોય છે. ન્યૂડ શેડ વર્કિંગ લેડી, ડે મેકઅપ કે ન્યૂડ મેકઅપ લુક 
માટે સૌથી સારા હોય છે. 
 
- ગુલાબી રંગની લિપસ્ટીક મોટાભાગે છોકરીઓ લગાવવી પસંદ કરે છે. ગોરા અને મધ્યમ રંગની ત્વચા વાળી છોકરીઓ પર હળવા ગુલાબી કે નિઑન ગુલાબી શેડ વાળી લિપસ્ટીક સૂટ કરે છે.