VIDEO: બુમરાહ પર 20 મેચનુ બૈન લગાવો.. ભારતીય ક્રિકેટર પર કેમ ભડક્યો પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર
પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર તનવીર અહમદે એકવાર ફરીથી બેતુકી વાતો કરી છે. આ વખતે તેણે ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને પોતાના નિશાન પર લીધા છે. ઉલ્લેખનીય છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ 2 મેચોની ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો 14 નવેમ્બરથી 16 નવેમ્બર વચ્ચે કોલકાતામાં રમાયો હતો. જ્યા પ્રેશરવાળા મુકાબલામાં બુમરાહના મોઢેથી ટેમ્બા બાવુમા માટે ભૂલથી બૌના શબ્દ નીકળી ગયો હતો. મેચ પછી જ્યારે સ્ટાર બોલરને પોતાની ભૂલનો અહેસાસ થયો તો તેણે ખુદ આગળ વધીને માફી પણ માંગી. પણ પાકિસ્તાની મીડિયા અને પૂર્વ ક્રિકેટરને તો મસાલો મળી ગયો છે. તેઓ સતત ભારતીય ક્રિકેટ અને બુમરાહને પોતાના નિશાન બનાવી રહ્યા છે.
આ અંગે જ ptvsports_official પર વાતચીત કરતા તનવીર અહેમદે પણ આઈસીસીના અધ્યક્ષ જય શાહ સહિત બુમરાહને લઈને ઘણીએ ફાલતુ વાતો કરી છે. તેમનુ કહેવુ છે કે જય શાહને કારણે જ ભારતીય ખેલાડી ભૂલ કરવા છતા બચી જાય છે. 46 વર્ષીય પૂર્વ પાક ક્રિકેટરે કહ્યુ, 'આઈસીસીનો માણસ જય શાહ બેસ્યો છે. નહી થાય ને.. કશુ નહી થાય.'
જેના પર એંકરે વચ્ચે જ ટોકતા કહ્યુ, કેમ નહી થાય.. અવાજ તમે ન સાંભળ્યો. તેણે બૌના નથી કહ્યુ, તેને ગાળ નથી આપી. જેના પર અહમદ કહે છે યાર તમે જોયુ નહી સૂર્યકુમાર યાદવે એશિયા કપમાં જે હરકતો કરી. એ પ્રેસ કૉન્ફ્રેસમાં આખી પોલિટિક્સ લઈને આવી ગયો. કેટલા પરસેંટેઝ ફાઈન કર્યુ, 30 પરસેંટ. હુ તો પહેલા જ કહ્યુ હતુ. તેને ઓછામાં ઓછી 20 મેચનો બેન કરવો જોઈતો હતો. તેણે જે હરકતો કરી છે તેની અનુમતિ નથી.
અહમદે કહ્યુ, 'તેણે બૌના શબ્દ નો ઉપયોગ કર્યો, એ પણ બુમરાહે, ભાઈ તમે તમારુ લેવલ ચેક કરો. ઠીક છે, તેનો મતલબ છે તમારુ લેવલ સારુ છે તો માણસ સારો નથી મતલબ તમે કેવા પ્રકારની વાતો કરી રહ્યા છો.