રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

tips before applying makeup
beauty tips in gujarati- લગ્ન હોય કે પાર્ટી દરેક મહિલા આ ખાસ અવસર પર પરફેક્ત દેખાવા ઈચ્છે છે. પરફેક્ટ લુક માટે જ્યાં મહિલાઓ બેસ્ટ આઉટફિટ પહેરે છે તો તે જ દરમિયાન તે મેકઅપનો પણ ખાસ ધ્યાન રાખે છે પણ કેટલીક વાત છે જે મેકઅપ કરતા પહેલા ધ્યાન રાખવી જોઈએ 
 
શેયરિંગથી બચવુ 
દરેક કોઈની ત્વચા જુદી હોય છે અને  આકારણે ઘણી વાર મેક અપ શેયર કરવાથી સ્કિનથી સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. મેક અપમાં લિપસ્ટીક, કાજલ જેની ઘણી બધી વસ્તુઓ છે જેને તમે શેર કરવાથી બચવુ જોઈએ. તેની સાથે જો તમે મેકઅપ કરાવવા બ્યુટી પાર્લરમાં જઈ રહ્યા છો તો તમે અહીં પણ પણ આ વસ્તુઓને શેર કરવાથી બચવુ જોઈએ. 
 
સાફ -સફાઈની કાળજી રાખો 
મેકઅપ કરતા દરમિયાન સૌથી વધારે ઉપયોગ બ્રશનુ કરે છે પણ તેને સાફ કરવાના સમય નથી નિકળી શકી છે અને ફરીથી જ્યારે મેકઅપ કરવુ હોય ત્યારે આ બ્રશને વગર સાફ કરીએ ઉપયોગ કરી લે છે. પણ અમે અઠવાડિયામાં એક કે બે વાર મેકઅપ બ્રશને જરૂર સાફ કરવો જોઈએ. અને ધોયા પછી તેને તડકામાં સુકાવવા જોઈએ . તેમજ બ્યુટી પાર્કરમાં પણ મેકઅપ કરનારી બ્યુટીશિયનથી પણ આ સવાલ જરૂર કરવું. 
 
જરૂર બદલો સ્પાંજ અને બ્લેંડર 
કામ્પેક્ટનો ઉપયોગ કરતા દરમિયાન તમે જે સ્પાંજ કે બ્લેંડરનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને બદલવુ ખૂબજ જરૂરી છે અને તેને એક અઠવાડિયામાં જરૂર બદલી લો. તેમજ જો તમે તેને ધોઈ રહ્યા છો તો તેને તડકામાં સુકાવવા જેથી ભેજના કારણે ઈંફેક્શન ન હોય . 
 
આ વાતની કાળજી રાખવી 
મેકઅપ કરતા પહેલા ચેહરા ફેસ વૉશથી ક્લીન કરવું. 
ચહેરા પર બરફ લગાવો જેથી ચહેરો ચમકે.
તમારી ત્વચાને અનુકૂળ હોય તે જ ક્રીમ લગાવો.
મેકઅપ લાગુ કરતાં પહેલાં પ્રાઈમરનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
જો તમે કાજલ નો ઉપયોગ કરતા હોવ તો શેર ના કરો.
ચહેરાના સફાઈ નેપકિન્સ અથવા ભીના પેશીઓનો ફરીથી ઉપયોગ કરશો નહીં.

Edited By_Monica sahu