ફ્રેશ અને બ્યુટીફુલ દેખાવવા માટે દીપિકાના બ્યુટી સીક્રેટ્સ
એક પછી એક સફળ ફિલ્મ આપતી બૉલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ કહે છે કે જ યારે એ થાક અનુભવે છે, તો સુગંધિત તેલની મસાજ કરાવે છે. આનાથી તેને રાહત મળે છે. તેનુ કહેવું છે કે આ મસાજથી તેણે ફ્રેશ રહવામાં મદદ મળે છે.
આટલુ જ નહી દીપિકા મસાજના નવા -નવા ઉપાય પણ શોધી રહી છે. તેણે કહ્યું કે અત્યારે જ મને સુગંધિત તેલની જાણકારી થઈ છે. સુગંધિત મસાજ દિવસભરના કામના થાકને દૂર કરે છે અને ફ્રેશ રહેવા અને આરામ આપવામાં મદદ કરે છે. ખુશબૂદાર તેલથી માલિશ કરતા રાહત મળી શકે છે. આ થાક દૂર કરવામાં સરળ અને પ્રભવાશાળી ઉપાય છે.
દીપિકા સતત શૂટિંગમાં વ્યસ્ત રહે છે તેથી તેની પાસે સમયની ખૂબ અછત છે. દીપિકા હાલ 'પીકૂ' અને 'તમાશા'ની શૂટિંગ કરી રહી છે. તેણે કહ્યું કે અમારા પ્રોફેશનમાં કામનો કોઈ ટાઈમ નક્કી નથી રહેતો આથી ખ્યાલ રાખવો જરૂરી છે. આ મસાજ તમારી ખૂબ મદદ કરી શકે છે.