Dandruff થી કંટાળી ગયા છો તો અપનાવો આ 6 અસરદાર ઘરેલુ ઉપચાર
કેટલાક લોકોને ડૈંડર્ફની સમસ્યા ખૂબ વધુ થાય છે. તેનાથી ઘણીવાર શરમ પણ આવે છે અને વાળને પણ ખૂબ નુકશાન થાય છે. જો એક વાર ખોડો થઈ જાય તો તેનાથી પીછો છોડાવવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે અનેક એંટી ડૈંડર્ફ હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હશો પણ તેમાથી અનેક એટલા અસરકારક નથી હોતા. આ પ્રોડક્ટ ખોડો મટાડે તો છે પણ વાળને નુકશાન પણ પહોંચાડે છે. જો તમે નેચરલ રીતે ખોડામાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આ ઘરેલુ ઉપચાર અજમાવી જુઓ
1. લીંબૂનો રસ - લીંબૂને સરસિયાના તેલમાં મિક્સ કરીને તમારા વાળની જડમાં લગાવો. પછી તમારા વાળની સારી રીતે 15 મિનિટ સુધી માલિશ કરો. તમારા વાળને સારી રીતે ધોઈને કંડીશનર કરી લો.
2. ટી-ટ્રી ઑઈલ - ટી-ટ્રી ઑઈલમાં એંટીસેપ્ટિક, એંટીબૈક્ટીરિયલ અને એંટીવાયરલના ગુણ રહેલા છે. જે ખોડાને ખતમ કરવા માટે ખૂબ લાભકારી હોય છે. આ તેલના થોડા ટીપાને તમારા શૈમ્પૂમાં મિક્સ કરી લો અને પછી તમારા વાળને ધોઈ લો.
3. એસ્પરિન - આમ તો એસ્પરિનનો ઉપયોગ બીમારીમાં કરવામાં આવે છે. પણ તેનો ઉપયોગ ખોડો દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. તમારા શૈમ્પૂની બોટલમાં એસ્પરિનની ત્રણ ગોળીઓ ભેળવીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણનો રોજ ઉપયોગ કરવાથી તમારો ખોડો જલ્દી ગાયબ થઈ જશે.
4. જાદુઈ પાણી - ખોડાને મટાડવા માટે પાણીમાં થોડો લીમડો અને તુલસીના પાનને ઉકાળી લો પછી આ મિશ્રણને ગાળીને ઠંડુ કરી લો. આ પાણીથી તમારા વાળને ધોઈ લો.
5. ખોડો રોધક માસ્ક - લીંબૂની જેમ દહી પણ વાળ માટે લાભકારી હોય છે. તેનો માસ્ક બનાવવા માટે એક વાડકીમાં દહી અને 2 ટી સ્પૂન બેકિંગ સોડા પાવડર નાખો પછી વાળની જડમાં સારી રીતે લગાવો.
6. મુલ્તાની માટી - મુલ્તાની માટીમાં 3 ચમચી સફરજનનો સિરકો સારી રીતે મિક્સ કરી લો પછી તમારા વાળ ધોયા પછી 10 મિનિટ સુધી વાળ પર લગાવીને મુક્યા પછી કુણા પાણીથી ધોઈ લો. તેનાથી ખોડાને જડથી નીકળી જશે.