શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Hair care tips: શિયાળામાં વાળની ચમક કેવી રીતે જાળવી રાખશો

ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે, ઉનાળામાં પરસેવાને લીધે અને શિયાળામાં ઠંડકના કારણે શરીરના વિવિધ ભાગોની યોગ્ય માવજત જરૂરી બની જાય છે. હાલ શિયાળાની ઋતુનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ઘણા લોકોને સ્કીન ડ્રાય થઇ જવાની ફરિયાદો રહેતી હશે. આ ઋતુમાં માથાની કલગી સમાન વાળની પણ એટલી જ માવજત જરૂરી છે. ઠંડીની ઋતુને કારણે ઘણાં લોકો વાળ ડ્રાય થઇ જવાની બૂમો પાડતા હોય છે. આવા લોકો માટે અહીં કેટલીક હેર કેર ટિપ્સ આપવામાં આવી છે, જો તેને ફોલો કરવામાં આવે તો તમારી વાળને લગતી મોટાભાગની સમસ્યાઓ દૂર થઇ શકે છે.

વધુ શેમ્પૂ વાળ માટે નુકશાનદાય: ઉકળતું ગરમ પાણી તમારા સ્કાલ્પને ડ્રાય અને બરડ બનાવી શકે છે. માટે તમારા વાળને હુંફાળા પાણીથી ધુઓ. આ સાથે તમારા વાળમાં વધારે પડતું શેમ્પૂ પણ ન કરશો જેથી વાળનું નેચરલ ઓઇલ ધોવાઇ જાય.

વાળની માવજત કેવી રીતે : દર અઠવાડિયે તમારી જાતે જ હેર સ્પા કરો. જેમાં ઓઇલ મસાજ, સ્ટીમિંગ અને શેમ્પુ સહિત ડીપ કન્ડિશનિંગનો સમાવેશ કરો. જેનાથી સ્કાલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધશે. તમારા વાળને નારિયેળ, બદામ, જોજોબા, રોઝમરી ઓઇલથી મસાજ કરો. જે તમારા વાળને નેચરલ ન્યુટ્રીશન પૂરું પાડશે.

ડ્રાયરનો ઉપયોગ ન કરો  : શિયાળાની ઋતુમાં વાળમાં ડ્રાયર ફેરવવાનું ટાળો. કારણ કે બ્લૉ ડ્રાયર તમારા વાળને બરડ અને ડ્રાય બનાવી દેશે જેથી તમારા વાળ સુધરવાને બદલે વધુ બગડી જશે. જો તમારે કોઇ પાર્ટી અટેન્ડ કરવાની ઉતાવળ હોય અને વાળ સૂકવવા હોય તો ડ્રાયર કૂલ સેટિંગ પર વાપરો. આ રીતે તમારા વાળ સૂકાવામાં થોડો વધુ સમય લેશે પણ વાળ ડ્રાય નહીં થાય અને તેની શાઇનિંગ યથાવત રહેશે.

કન્ડિશનિંગ જરૂરી : શિયાળાની સખત ઋતુમાં કન્ડિશનર તમારા વાળ માટે કવચનું કામ કરશે. જેટલી વાર શેમ્પૂ કરો તેટલીવાર તમારા વાળમાં કન્ડિશનર કરો, કારણ કે કન્ડિશનર તમારા વાળને ચમકીલા રાખે છે અને મજબૂતાઇ બક્ષે છે. જો તમે તૈયાર કન્ડિશનર વાપરવા ન ઇચ્છતા હોવ તો કોકોનટ મિલ્ક એ કન્ડિશનર માટેનો બેસ્ટ ઓપ્શન છે.

વાળની ચમક : શિયાળામાં તમારા વાળ સાવ ડલ બની જતા હોય છે. આવામાં તમારા વાળને સીરમ કે ક્રીમનો ઉપયોગ કરીને તમે જીવંત રાખી શકો છો. આનો ઉપયોગ તમારા વાળને સ્મૂથ પણ બનાવશે. તમે બીયર કે વિનેગરનો ઉપયોગ કરીને પણ વાળને ચમકીલા બનાવી શકો છો.