1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

બ્યુટી ટીપ્સ : વાળની દરેક સમસ્યાનો ઈલાજ

તાજેતરમાં જ લેડી ગાગાએ પોતાના માથાના વાળ વધુ પડતા ખરી રહ્યાં હોવાની સમસ્યાને પગલે અન્ય કેટલીક સેલિબ્રિટીઝની જેમ એન્ટી-બાલ્ડનેસ ક્રીમ વાપરવાનું શરૂ કર્યું. કહેવાનો અર્થ એ છે કે એવું નથી કે સામાન્ય વ્યક્તિઓમાં જ વાળને લગતી સમસ્યાઓ જોવા મળે છે. લેડી ગાગા જેવી સેલિબ્રિટીઝ પણ આવી મુશ્કેલીઓથી પીડાતી હોય છે. સુંદર મજાના કેશ કોને ન ગમે! તો જો તમે પણ તમારા વાળની સુંદરતા યથાવત રાખવા ઇચ્છતા હોવ અને નીચે દર્શાવેલી વાળને લગતી સમસ્યાઓમાંથી કોઇ એક સમસ્યાથી પીડાતા હોવ તો તેના અહીં દર્શાવવામાં આવેલા ઉપાય અજમાવાના શરૂ કરી દો...

ખોડો દૂર કરવા : : મેથીના દાણાને રાતે પાણીમાં પલાળી રાખો અને સવારે તેને દળીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને 30 મિનિટ માટે માથામાં લગાવી રાખો અને બાદમાં વાળ ધોઇ લો. આનાથી તમને ઠંડક મળશે અને ખોડાની સમસ્યામાંથી મુક્તિ પણ.

ખરતા વાળ માટે - : નારિયેળ અને તલનું તેલ મિક્સ કરો. તેમાં આંબળા ઉમેરો, સફેદ જાસુદના થોડાં પાંદડા લો અને આ દરેક તત્વના મિશ્રણને 20 મિનિટ સુધી ઉકાળો. આ મિશ્રણને ઠંડુ થવા દો અને ત્યારપછી માથામાં લગાવો. 20 મિનિટ પછી માથું ધોઇ દો. આનાથી તમારી વાળ ખરવાની સમસ્યામાં સુધારો થશે.

સફેદ વાળ : મેહંદીને તાંબાના વાસણમાં 3 કલાક સુધી પલાળી રાથો. તેમાં ખાટું દહીં અને અડધા લીંબુનો રસ ઉમેરો. આ પેસ્ટને વાળમાં લગાવો. 2-3 કલાક પછી માથું ધોઇ નાંખો. આનાથી સફેદ વાળની સમસ્યા હળવી થશે અને તમારું માથું પણ ઠંડુ રહેશે.

વાળમાં ઓછી ચમક : ઈંડાનો સફેદ ભાગ વાળમાં લગાવો. 30 મિનિટ સુધી તેને માથા પર રહેવા દો અને બાદમાં શેમ્પૂ કરી દો. ડલ થઇ ગયેલા વાળને ઈંડુ શાઇન કરશે.

બરડ વાળ : વધારે પડતી મહેંદીને કારણે તમારા વાળ બરડ બની ગયા છે? જે દિવસે તમે વાળ ધુઓ તે દિવસે વાળ ધોતા પહેલા તેમાં ઓઇલ મસાજ કરો. આનાથી તમારા વાળનો રંગ ઘાટીલો થશે અને વાળ સ્મૂથ પણ થશે.

બે મોઢાવાળા વાળ : તમારા વાળમાં ઓઇલ મસાજ કરો. વાળના છેડાને ગરમ નારિયેલના તેલમાં ડૂબાડો અને ગરમ પાણીમાં ડૂબાડેલો ગરમ થયેલો ટોવેલ માથામાં વીંટાળી દો. થોડા સમય બાદ ઠંડા પાણીથી વાળ ધોઇ લો. તમારા વાળમાં શેમ્પૂ કર્યા બાદ ઠંડા પાણીથી તમારા વાળ ધોઇ લો. આનાથી તમારા માથામાં કોઇ ખુલ્લા છિદ્રો હશે તો તે બંધ થઇ જશે.