શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 25 માર્ચ 2024 (07:59 IST)

હોળી રમતા પહેલા તમારા વાળમાં લગાવી લો આ એક વસ્તુ, વાળમાં રંગ નહિ ચઢે અને નહિ થાય કોઈ નુકશાન

હોળીની મસ્તી અને રંગોની ખુમારી છવાય ગઈ છે. બાળકો સાથે દરેક વયના લોકો હોળી પર ધૂમ મચાવવા માટે તૈયાર થઈ રહ્યા છે.  આવી સ્થિતિમાં તમારા માટે હોળી રમતા પહેલા કેટલીક ખાસ વાતો જાણવી જરૂરી છે. હોળી પર તમારી ત્વચા અને વાળની ​​ખાસ કાળજી રાખો. રંગો અને રસાયણોથી વાળને ખૂબ નુકસાન થાય છે. તમારા વાળ પર હોળીના રંગોની ખરાબ અસર ન થાય એ માટે તમારે હોળી રમતા પહેલા તમારા વાળમાં તેલ લગાવવું જોઈએ. આ ટિપ્સ અપનાવવાથી વાળને નુકસાન નહીં થાય અને તેની શાઈન કાયમ રહેશે.
 
સરસવના તેલની માલિશ કરો
હોળી રમતા પહેલા વાળમાં તેલથી સારી રીતે માલિશ કરો. વાળમાં સારી માત્રામાં સરસવનું તેલ  લગાવો. જેથી તેલ વાળના જડ અને છેડા સુધી પહોંચે. એવું નથી કે હોળી રમતા પહેલા જ તેલ લગાવવું જોઈએ. જો તમે ઘરના કામકાજમાં વ્યસ્ત છો તો હોળીની આગલી રાતે તમે તમારા વાળમાં સારી રીતે તેલ લગાવી શકો છો. તેનાથી વાળ પર હોળીનો રંગ ચઢતો નથી અને વાળને કોઈ નુકસાન પણ નહીં થાય.
 
હોળી પહેલા વાળમાં કયું તેલ લગાવવું
તમે વાળમાં કોઈપણ હેર ઓઈલ લગાવી શકો છો. તમે વાળ માટે જે તેલનો ઉપયોગ કરો છો તે થોડી વધુ માત્રામાં લગાવો.  પણ જો સરસવનું તેલ લગાવશો તો વધુ ફાયદો થાય છે. તેનાથી વાળ પર રંગની અસર ઓછી થાય છે અને રંગ પણ સરળતાથી ઉતરી જાય છે.
 
વાળમાં સરસવનું તેલ લગાવવાનાં ફાયદા
જ્યારે તમે રંગ કાઢવા શેમ્પૂ  કરો છો ત્યારે વાળમાં સરસવનું તેલ લગાવવાથી કોઈ નુકસાન થતું નથી. તેનાથી વાળમાં શુષ્કતા નથી આવતી. સરસવનું તેલ લગાવવાથી વાળના ઉપરના પડને કલરથી નુકસાન થતું નથી અને તેનાં પર કલર સાથે શેમ્પૂનો ઉપયોગ કરતા ઓછું નુકસાન પહોંચાડે છે. એકવાત યાદ રાખો કે શેમ્પૂ કરતા પહેલા વાળમાં નોર્મલ પાણી નાખીને બને એટલો કલર કાઢવાની કોશિશ કરો.