1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By મોનિકા સાહૂ|

મેહંદીનો રંગને ડાર્ક અને સુંદર બનાવવાના 9 ટિપ્સ

દરેક મહિલા સુંદર મેહંદીના વગર તેમનો શણગાર અધૂરો રહી જાય છે. જ્યારે સુધી સ્ત્રીના હાથ અને પગમાં મેહંડી ના લાગે તેમની સુંદરતા નહી જોવાય. પણ જ્યારે પણ કોઈ મહિલા મેહંદી લગાવે છે કે એ હમેશા આ જ વિચાર કરે છે કે તેમની મેહંદીનો રંગ ડાર્ક આવે. મહિલાઓ તેમના હાથ પર પાર્ટનરના નામની મેંહદી લગાવે છે. એવું માનવું છે કે જો હાથની મેંહદી વધારે ગાઢ રચાય છે તો તેને તેમના પતિ અને સાસરાથી વધારે પ્રેમ મળે છે ત્યાં જ કેટલાક લોકો એવું પણ માને છે કે ગાઢ મેહંદી રચવાથી પતિની લાંબી ઉમ્ર અને સારું સ્વાસ્થયને દર્શાવે છે. આજે અમે તમને કેટલાક એવા જ ટિપ્સ જણાવીશ જેનાથી મેહંદીનો રંગ એકદમ ડાર્ક થશે. 
1.સાફ હાથમાં મેહંદી  લગાવવી 
મેહંદી લગાવત પહેલાં તમે હાથને સારી રીતે ધોઈને સાફ કરી લો. જો મેહંદી લગાવતા પહેલા તમારા હાથમાં કોઈ લોશન કે પછી ઑયલ લગાવ્યું છે તો સાબુથી હાથને ધોઈને કાઢી લો. 
 
2. ખાંડ અને લીબૂ મિક્સ 
મેહંદી લગાવ્યા પછી જ્યારે સૂકી જાય, તો તેમાં ખાંડ અને લીંબૂના રનો મિક્સ લગાવવાથીએ ખૂબ ડાર્ક થઈ જાય છે. આ પેસ્ટ મેહંદીને નિકળવા નહી દેતો અને તમારી મેહંદી વધારે સમય સુધી ડાર્ક રહેશે. 
 

3. સરસવનો તેલ 
મેહંદીને હટાવતા 30 મિનિટ પહેલા સરસવનું તેલને તમારા હાથમાં લગાવી લો. સરસવનો તેલ હથેળિઓ પર લગાવવાથી મેહંદી સરળતાથી નિકળી જાય છે. તે 
સિવાય આ મેહંદીને ડાર્ક પણ કરે છે. 
 
4. મેહંદીને પાણીથી ન ધોવું  
જો તમે મેહંદીવાળા હાથને પાણીથી ધોવો છો તો આવું ન કરવું કારણકે આવું કરવાથી મેંહદી સાફ હોવાની સાથે તેમનો રંગ પણ મૂકી  દે છે. મેહંદી હમેશા હળવા હાથથી રગડીને કે તમે બટર નાઈફનો ઉપયોગ કરી પણ તેને ઉતારી શકો છો. 
5. વિક્સ લગાવો-
આખી રાત મેહંદી લગાવ્યા અને જ્યારે સવારે મેહંદી ઉતારી લો તો તેના પર વિક્સ કે આયોડેક્સ લગાવી લો અને હાથના મોજા પહેરી લો. આ બામની ગર્માહટથી મેહંદીનો રંગ ગાઢ થઈ જશે. 

6.  લવિંગની વાષ્પ 
મેહંદી સૂક્યા પછી તેને ઉતારી દો અને પછી તવા પર 10-15 લવિંગ મૂકો અને તેની વાષ્પ લો. તેનાથી પણ મેહંદી ડાર્ક થઈ જશે. 
7. વેક્સિંગ અને સ્ક્રબિંગ ન કરવું 
જો તમારું બૉડી વેક્સિંગ અને સ્ક્રબિંગ કરવી બાકી છે તો મેહંદી ન લગાવું કારણકે મેંહદી લગાવ્યા પછી સ્ક્રબ અને વેક્સ કરવાથી મેહંદીનો રંગ હળવું થવા લાગે છે. 

8. ગ્લોવસ પહેરવું 
ગરમીના કારણે હાથમાં મેહંદીનો રંગ ખૂબ ડાર્ક હોય છે. તેથી તમારા હાથમાં ગરમી માટે ગ્લોવસ હાથના મોજા પહેરીને સૂઈ જાઓ. આવિં કરવાથી હાથમાં ગર્મી થશે અને મેહંદીના રંગ ગાઢ થશે. 
9. પાણીથી દૂર 
જો તમે ઈચ્છો છો કે તમારી મેહંદી ખૂબ ડાર્ક થાય તો તમે પાણીથી દૂરી બનાવવી જોઈએ. કારણકે મેહંદીવાળા હાથમાં પાણી પડવાથી મેહંદીનો રંગ હળવું થઈ જાય છે.