મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (15:44 IST)

હળદરથી દૂર કરો આરોગ્ય સાથે સંકળાયેલી આ 3 પરેશાની

turmeric
જ્યારે શાકભાજી કાપતી વખતે તમારા આંગળી કપાય જાય કે જ્યારે તમારુ બાળક સાયકલ ચલાવતી વખતે પડી જાય કે પછી તમે ગાર્ડનિંગ કરતા ઘાયલ થઈ જાવો તો તમે શુ કરો છો ?
 
ડૉક્ટર પાસે જતાં પહેલાં આપણે જે કામ સૌપ્રથમ કામ કરીએ છીએ એ  છે  ફર્સ્ટ એઇડ કીટની પ્રાથમિક સારવાર લવી. આ  1 વસ્તુ તમારા રસોડામાં હાજર છે. જો તમે હજી સુધી તેના વિશે જાણતા નથી, તો તમારુ કિચન કેબિનેટ ખોલો અને તેમાં મુકેલી હળદરનો ઉપયોગ કરો. 
 
હળદરમાં  એંટી-ઈફ્લેમેટરી, એંટી-બાયોટિક અને હીલિંગ જેવા  અદ્ભુત ગુણો છે, તેથી તેને સૌથી સારી ફર્સ્ટ એડ  મેડિસિન માનવામાં આવે છે. નાના ઘા, કટ, દાઝી જવા અને ખંજવાળની ​​સારવાર માટે લાંબા સમયથી આપણા ઘરોમાં ઘણી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તમે શરદી અને પેટના દુખાવાથી છુટકારો મેળવવા માટે હળદરનો ઉપયોગ કરી શકો છો. રોગોને દૂર કરવા હળદરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે આવો જાણીએ... 
 
એક્સપર્ટનુ કહેવુ છે કે હળદર અનેક રોગોનો રામબાણ ઈલાજ છે. તેથી તમારે તેને તમારી ડાયેટમાં જરૂર સામેલ કરવી જોઈએ. આ લિવરને ડિટોક્સ કરે છે અને તેને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. આ ન્યૂરોડી જેનેરેટિવ ડિસઓર્ડર જેવા અલ્જાઈમર (આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે તંત્રિકા કોશિકાઓ સમય સાથે કામ કરવુ બંધ કરે છે.) થી સુરક્ષા આપે છે. 
 
વધુમાં, હળદર ડાયાબિટીસને નિયંત્રિત કરે છે અને ચયાપચયને મજબૂત બનાવે છે. આ સિવાય તે પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે
 
દાંતોની સમસ્યાઓનો ઈલાજ
 
.'હળદર બળતરા વિરોધી, એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબિયલ અને એન્ટિ-સેપ્ટિક છે. તેની મદદથી તમે દાંતની સમસ્યાઓ દૂર કરી શકો છો. હળદરમાં હાજર કર્ક્યુમિન દ્વારા પેઢામાં સોજા અને દુખાવામાં રાહત મળે છે. તે દાંતમાંથી પ્લેક અને બેક્ટેરિયાને દૂર કરે છે અને દાંતને સફેદ કરી શકે છે અને દંતવલ્કની સમસ્યાઓ હલ કરી શકે છે.
 
બનાવવાની રીત 
એક ચમચી સરસિયાના તેલમાં અડધી ચમચી મીઠુ અને થોડી હળદર મિક્સ કરો. તેને તમારા દાંત અને મસૂઢા પર દિવસમાં બે વાર કરો. 
 
દઝાય ત્યારે સારવાર: હળદરમાં રહેલું કર્ક્યુમિન પીડા અને ઘા બંનેની સારવાર માટે શ્રેષ્ઠ દવા છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો પણ જોવા મળે છે, જે બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઔષધીય જડીબુટ્ટી કટ, બર્ન અને સ્ક્રેપ્સ માટે એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે.
 
રીત: બળી જાય ત્યારે તરત જ ઠંડું પાણી નાખો, પછી તાજા એલોવેરા જેલને એક ચપટી હળદર પાવડરમાં ભેળવીને લગાવો. 
 
પીડાની સારવાર.
 
હળદરનો ઉપયોગ ભોજનનો રંગ અને સ્વાદ તેમજ તેની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ વાત તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે હળદરથી પણ દર્દમાં રાહત મળે છે. 
 
હળદરમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ શરીરમાં ફ્રી રેડિકલ સામે લડે છે. વધુમાં, તેમાં પ્રોટીન, વિટામીન C, K, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયર્ન અને ઝિંકની સાથે એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણો પણ હોય છે. હળદરમાં મળતું કર્ક્યુમિન ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.
 
બનાવવાની રીત - હળદરવાળું દૂધ પીવો જેથી દુખાવો અને સોજો દૂર થાય. આ માટે 1 ચમચી હળદર અને 2 ચમચી આદુ પાવડર મિક્સ કરો. પછી આ પેસ્ટને દુખાવાની જગ્યા પર લગાવો.