બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 12 મે 2023 (08:29 IST)

શું ગરમીમાં તમારા હાથ-પગના તળિયામાં પણ બળતરા થાય છે ? તો અપનાવો આ ટીપ્સ

heat bumps on hands and feet
heat in hand and foot
Hands Feet Heat. ઉનાળામાં ઘણા લોકોના હાથ અને પગના તળિયામાંથી આગ નીકળતી હોય એવો સેક લાગે છે. જેને કેટલાક લોકો નાની સમસ્યા સમજીને અવગણના કરે છે.  પણ બતાવી દઈએ કે કેટલીકવાર આ સમસ્યા ઝડપથી સમાપ્ત થાય છે અને કેટલીકવાર તમારે લાંબા સમય સુધી બળતરાનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યામાં ઘણીવાર પગમાં લાલાશ, સોજો અને શરીરનું તાપમાન વધારી દે છે. સામાન્ય થાક અને અતિશય પરિશ્રમ એ પગ બળવાના સૌથી સામાન્ય કારણો છે. પગમાં બળતરા થવાનું બીજું કોઈ કારણ હોઈ શકે છે. જેમ કે વિટામિન બી, ફોલિક એસિડ કે કેલ્શિયમની ઉણપ પણ આનું કારણ હોઈ શકે છે.  ચાલો જાણીએ પગમાં બળતરા થવાના અન્ય કારણો અને બચવાના ઉપાય. 
 
હાથ અને પગમાં બળતરા થવાના કારણો
 
જ્યારે આપણું મુખ્ય તાપમાન ગરમ થાય છે, ત્યારે આપણું શરીર પગ તરફ વધુ લોહી વહેવા દે છે જે મોટેભાગે ઠંડુ હોય ત્યારે થાય છે. લોહીના પ્રવાહમાં થતો આ વધારો આપણા પગને ગરમ કરી શકે છે.  સ્ત્રીઓમાં આ સ્થિતિસામાન્ય છે, ખાસ કરીને મેનોપોઝ દરમિયાન આ સમસ્યા થાય છે. 

પગની બળતરા મટાડવા કરો આ ઉપાય  
 
મહેંદી - મેંદીમાં વિનેગર અથવા લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવીને તળિયા પર લગાવવાથી પગની બળતરા મટે છે.
 
મુલતાની માટી - મુલતાની માટીની પેસ્ટ રોજ લગાવવાથી પગના તળિયાની બળતરા પણ સમાપ્ત થાય છે.
 
હાથ અને પગની મસાજ - રોજ હાથ-પગની માલિશ કરવાથી લોહીનો પ્રવાહ ઝડપી બને  છે, જેના કારણે ન તો પગમાં બળતરા થાય છે કે ન તો દુખાવો થાય છે.
 
સરસવનું તેલ - માત્ર 2 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી સરસવનું તેલ મિક્સ કરો. આ પાણીમાં તમારા પગને થોડીવાર માટે પલાળી રાખો. તેનાથી તમને રાહત મળશે.
 
ઠંડી વસ્તુઓ ખાઓ - તમારા રોજના ડાયેટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે ઠંડક આપે. શેરડીનો રસ, દહીં, દાડમ, લસ્સી, કાકડી, તરબૂચ, કેરી, નારિયેળ પાણી, પાલક, તુલસી, લીચી, લીંબુ વગેરેનો સમાવેશ કરો.
 
સેંધાલૂણ - સેંધાલૂણ (રોક સોલ્ટ)  પગમાં બળતરાથી તાત્કાલિક રાહત આપવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ સલ્ફેટમાંથી બનેલું સેંધાલૂણ બળતરા અને પીડા ઘટાડવામાં મદદ કરે છે. આ માટે હુંફાળા પાણીના ટબમાં અડધો કપ રોક મીઠું મિક્સ કરો અને તેમાં તમારા પગ અડધો કલાક પલાળી મૂકો.