મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (11:27 IST)

Skin care- સ્કીનથી ટેનિંગ દૂર કરવા માટે ઘરે બનાવીલો આ ફેસપેક

વધુ ગરમીથી ત્વચાને નુકસાન થાય છે, મેલાનિન વધે છે અને ત્વચાનો રંગ કાળો થઈ જાય છે. તેને ઠીક કરવા માટે પાર્લરને બદલે ઘરે જ કરો ઉપાય
લીંબુના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને ચહેરા અને હાથ પર લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો, પછી ધોઈ લો.
કાકડીને છીણીને તેનો રસ કાઢીને કોટન બોલની મદદથી ચહેરા અને હાથ પર લગાવો, સુકાઈ ગયા પછી ધોઈ લો.
બટેટાને છીણી લો અને તેનો રસ કાઢી લો, તેને લગાવો, થોડીવાર પછી ધોઈ લો, પછી મોઈશ્ચરાઈઝર લગાવો.
 
ટામેટાંને છીણીને તેમાં દહીં મિક્સ કરો, આ પેકને ચહેરા અને હાથ પર લગાવો, ટેનિંગ દૂર થઈ જશે.
 
સ્ટ્રોબેરી સાથે ક્રીમ બ્લેન્ડ કરો, આ પેકને તમારા ચહેરા અને હાથ પર લગાવો અને 15-20 મિનિટ પછી ધોઈ લો.
 
ક્રીમમાં કેસર મિક્સ કરીને થોડીવાર રાખો, જ્યારે તેનો રંગ બદલાય ત્યારે તેને ચહેરા અને હાથ પર લગાવો.
 
એલોવેરા જેલમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા અને હાથ પર 8-10 મિનિટ સુધી ઘસો, પછી ધોઈ લો.
 
હળદર અને ચણાનો લોટ મિક્સ કરીને પેક તૈયાર કરો, પછી તેને ચહેરા અને હાથ પર લગાવો.
 
ચંદનના પાવડરમાં ગુલાબજળ મિક્સ કરીને પેક બનાવો, આ પેકનો ઉપયોગ કરવાથી ટેન ઝડપથી દૂર થાય છે.