ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 10 એપ્રિલ 2018 (13:31 IST)

ટ્રાવેલિંગ ટિપ્સ - આ ટિપ્સ અપનાવી મુસાફરીને આરામદાયક બનાવો

ટ્રાવેલિંગ ટિપ્સ - મુસાફરી પર જતા પહેલા ધ્યાનમાં રાખો
જો તમે સફર પર જઇ રહ્યાં છો તો સફરમાં સેફ્ટી પણ જરૂરી છે. ક્યાંક ફરવા જવા માટે તંદુરસ્ત વાતાવરણ હોવું પણ જરૂરી છે. ત્યારે જ સફરની અસલી મજા આવે છે. પણ ઘણીવાર થોડી બેદરકારી પણ તમારી મુસાફરીની મજા બગાડી શકે છે. પણ અહીં સૂચવેલી ટિપ્સ અપનાવીને તમે તમારી લાંબી કે ટૂંકી મુસાફરીને આરામદાયક બનાવી શકો છો. 
 
ટિપ્સ - 
- સૌથી પહેલા સફરમાં તમારી સાથે થોડો સામાન અને દવાઓ રાખવી જોઇએ જેવી કે માથાના દુખાવાની દવા, બેચેનીની દવા, ગેસની સમસ્યાની દવા કે કબજિયાતની સમસ્યા વગેરેથી બચવાની તમામ વ્યવસ્થા રાખવી જોઇએ. 
- સફરમાં જતા પહેલા તમે તમારા કપડાં, રૂમાલ અને ટુવાલ લઇ જવાનું ન ભૂલશો. 
- સાફ-સફાઈનું ધ્યાન રાખતા બહારનું ખુલ્લુ પાણી ન પીઓ પણ સીલ બંધ બોટલ જ ખરીદો. જો શક્ય હોય તો તમારી પાસે ઘરેથી જ ભરેલી પાણીની એક બોટલ રાખો.
- બહાર મળનારા કાપેલા ફળ ન ખાશો કે પછી બહાર મળનારી કોઇપણ ખુલ્લી અને ઠંડી વસ્તુઓ ન ખાતાં પેક વસ્તુઓને જ પ્રાથમિકતા આપો અને સંભવ હોય તો તમારી સાથે થોડો નાસ્તો અચૂક રાખો. 
- તમારો બધો જરૂરી સામાન સાથે રાખો. જો તમને કોઇ બીમારી છે અને તેનો ઇલાજ ચાલી રહ્યો છે તો એ હિસાબે તમારી દવાઓ સાથે રાખો અને તમારા ડૉક્ટરને અચૂક જણાવી દો કે તમે આ રીતે મુસાફરી પર જઇ રહ્યાં છો. જતાં પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો અને તેમનો ફોન નંબર સાથે રાખો. 
- જ્યાં જઇ રહ્યાં છો ત્યાંના વાતાવરણ વિષે જાણકારી મેળવી લો અને એ હિસાબે કપડાં લઇને જાઓ. 
- જો યાત્રા પર જતાં પહેલા એ સુનિશ્ચિત કરી લો કે ક્યાંક તમે કોઇ ચેપી બીમારીથી પ્રભાવિત વિસ્તારમાં તો નથી જઇ રહ્યાં ને.
- જો તમને કોઇ સમસ્યા છે તો તમારી સાથે એક વ્યક્તિને લઇને જાઓ.