શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 26 મે 2018 (12:20 IST)

વાળ કાળા કરવા અને ખરતા અટકાવવા માટે લગાવો આ પાવડર

ત્રિફળા - આયુર્વેદમાં અનેક રોગોનો એક્યૂરેટ ઈલાજ છે.  તેનુ સેવન આપણી દાદીમાના જમાનાથી ચાલી આવી રહ્યુ છે.  આપણે બધા તેનો ઉપયોગ સ્વાસ્થ્ય ઉપરાંત સૌદર્યમાં પણ કરીએ છીએ. જેવી કે વાળની સમસ્યાને દૂર કરવા માટે.  
 
આજકાલ વાળની સમસ્યા દરેક માટે સામાન્ય દેખાય છે. આપણે બધા વાળને સારા બનાવવા માટે વિવિધ પ્રકારની  વસ્તુઓ બજારમાંથી લાવીને તેનો ઉપયોગ કરે છે. છતા પણ આપણા વાળમાં ખોડો, વાળ તૂટવા, વાળ ખરવા જેવી સમસ્યાઓ ઓછી થતી નથી. તેથી આજે અમે તમને વાળની આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે ત્રિફળા લગાવવાની સલાહ આપીશુ. તેને સૂકા આમળા, હરીતકી અને વિભીતકી ત્રણ જડી બૂટીઓથી તૈયાર કરવામાં આવે છે.  તો આવો જાણીએ તેને કેવી રીતે વાળમાં લગાવશો... 

 
- આ વિધિથી કરો ત્રિફળાનો પ્રયોગ 
 
1. સૌ પહેલા એક કપમાં પાણી લો અને તેમા 4 ચમચી ત્રિફળા પાવડર મિક્સ કરો. 
2. હવે એક પેન લઈને તેમા આ મિશ્રણને 5 મિનિટ સુધી ઉકાળો 
3. મિશ્રણ ઉકાળ્યા પછી એને ઠંડુ થવા દો. 
4. જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે તેને વાળમાં લગાવો 
5. લગાવ્યા પછી ધીરે ધીરે વાળની માલિશ કરો અને 2 કલાક સુધી સુકવવા માટે છોડી દો. 
6. સૂકાયા પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈને બધુ ત્રિફળા કાઢી નાખો. 
7. ત્રિફળા કાઢ્યા પછી વાળમાં શેમ્પૂ અને કંડીશનર લગાવી લો. 
આનો પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવાથી તમને ફરક દેખાશે. તેમા વિટામીન સી હોય છે જેનાથી તમારા વાળની ચમક વધશે. મુલાયમ થશે અને ખોડો તેમજ ખંજવાળની બધા પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે.