રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 18 નવેમ્બર 2019 (13:42 IST)

Winter Makeup શિયાળામાં લગ્નમાં જવું છે? તો આ રીતે કરો મેકઅપ

શિયાળાના મૌસમમાં ત્વચા સૂકી અને બેજાન થવા લાગે છે ઠંડી હવાઓનો અસર ત્વચા પર પણ પડે છે અને ચેહરા જ નહી હાથ પગની ત્વચામાં પણ ખેચાવ થવા લાગે છે. પણ આ મૌસમમાં લગ્નના સીજન પણ ચાલી રહ્યું હોય છે. તેથી ઠંડીમાં પણ તમને મેકઅપ કરવાની જરૂર તો પડે જ છે આવો જાણીએ કે વિંટર સીજનમાં તમારું મેકઅપ કેવું હોવું જોઈએ. 
1. મેકઅપ શરૂ કરવાથી પહેલા ચેહરાને સારી રીતે સાફ કરી લો. તેના માટે સાબુની જગ્યા ફેશ વૉશનો ઉપયોગ કરવું. જો ચેહરા કેટલાક કલાક પહેલા જ ધોવાયા હોય તો તમે ક્લીંજરથી પણ ચેહરાને સાફ કરી શકો છો. 
 
2. ઠંડીના મૌસમમાં મેકઅપની શરૂઆત ચેહરા પર માશ્ચરાઈજર લગાવીને કરવી. જેનાથી ત્વચામાં ખેચાવ ખત્મ થઈ જાય અને સ્કિન સોફ્ટ થઈ જાય. 
 
3. હવે કંસીલર લગાવો. તેના માટે લિક્વિડ અને ક્રીમી કંસીલરનો ચયન કરવું. કંસીલરનો શેડ ફાઉંડેશનથી લાઈટ હોવું જોઈએ. 
 
4. હવે ફાઉંડેશન લગાવો. આ મૌસમમાં ક્રીમી કે ઑયલ બેસ્ડ ફાઉંડેશન ઉપયોગ કરી શકો છો. 
 
5. આંખ પર લિક્વિડ આઈલાઈનર લગાવો. આ બીજા રીતના આઈલાઈનરથી વધારે આકર્ષક જોવાય છે. 
 
6. ઠંડીમાં ચેહરા પર શાઈની ઈફ્ક્ટ માટે ક્રીમી અને જેલ બેસ્ડ બ્લશર લગાવી શકો છો. 
 
7. લિપસ્ટીક લગાવવાથી પહેલા હોંઠને સૂકાપન દૂર કરવા માટે લિપ બામ જરૂર લગાવો. 
 
8. ઠંડીના મૌસમમાં વોટર બેસ્ડ કે ઑયલ બેસ્ડ મેકઅપ પ્રોડક્ટસ ઉપયોગ કરવું જોઈએ. પાઉડર અને ઑયલ ફ્રી મેકઅપ પ્રોડકટથી આ મૌસમમાં દૂરી બનાવી
શકાય છે. 
 
9. ઠંડીમાં ફેસ પાઉડર લગાવવાથી બચવું કારણકે આ તમારી ત્વચાને રૂખો કરી શકે છે.