ટાલ પર ઉગાડો વાળ
|
વાળને ખરતા અટકાવવા માટે દિવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડો.
તલના ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ પર વાળ ઉગી નીકળશે.
માથા પર ડુંગળીનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે.
માથાના વાળ ખરતા હોય તો, ૫૦૦ ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સૂકી મેથી નાખી, સૂર્યના તડકમાં સાત દિવસ રાખો, ત્યાર બાદ આ તેલ ગાળીને બોટલીમાં ભરી લો. આ તેલને સવાર-સાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થશે, વાળ કાળા થશે અને નવા વાળ ઊગે છે.