1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

ત્વચાનું પોષણ

ત્વચાનું પોષણ
W.D
ચહેરો મનનું દર્પણ છે. પોતાના ચહેરાને એવી રીતે સુકોમળ અને કાંતિવાન રાખો કે કોઈ પણ ખાસ પ્રકારના મેકઅપની જરૂરત જ ન પડે.

સામાન્ય અને રૂખી ત્વચા :

અડધો કપ ઠંડુ દૂધ લઈને તેમાં વનસ્પતિ તેલના થોડાક ટીંપા નાંખી દો. તમે જૈતુનનું તેલ, શીશમનું તેલ કે સુર્યમુખીનું તેલ વગેરે કોઈ પણ તેલને લઈ શકો છો. હવે આને એક બોટલમાં ભરીને સારી રીતે હલાવી દો. ચહેરાની ત્વચાને સાફ કરીને તેને રૂ વડે ચહેરા પર લગાવો.

ઓઈલી ત્વચા :

ગુલાબજળમાં લીંબુનો રસ બરાબર માત્રામાં ભેળવીને આખા ચહેરા પર રૂ વડે લગાવી દો. દસ મિનિટ પછી ચહેરાને ધોઈ લો. આ ખીલ અને એક્નેવાળી સ્કીન માટે સૌથી સારો ઉપાય છે.

મિક્સ ત્વચા :

ચોથા ભાગની ચમચી લીંબુનો રસ લઈને તેમાં ઠંડુ દૂધ અને કાકડીનો રસ નાંખી દો. આખા ચહેરા પર લગાવો અને થોડીક વાર પછી ધોઈ લો.
About Writer
વેબ દુનિયા