1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

ત્‍વચાની સંભાળ

ત્‍વચાની સંભાળ
- ત્વચા વઘુ તૈલીય થઈ ગઈ હોય તો , તેના પર તરબૂચના છોતરાથી દસ મિનિટ સુઘી માલિશ કરવાથી તમારી ત્વચા નિખરી ઉઠશે.

- આંખોની આસપાસ કાળા ડાઘ પડી ગયા હોય તો બટાટાના પૈતાને તેની ઉપર ઘસવુ જોઈએ અથવા ગાજરના રસમાં કાકડીને છીણીને આ પેસ્ટને આંખની આસપાસ લગાવવાથી કાળા ડાઘ દૂર થઈ જશે.

- પપૈયાના છાલટાને નિયમત રુપે ચેહરા પર લગાવવાથી ચેહરા પર ચમક આંવી જશે .

- હાથપગના ચીરામાં લીંબુનો રસ નાખેલુ કોપરેલ લગાવવાથી રાહત મળે છે.

- હાથપગની રોજ જૈતુનના તેલથી માલિશ કરવાથી તેમની ચમક બની રહે છે.

- પેટની ડૂંટીમાં રોજ રાતે સૂતા પહેલા દેશી ઘી લગાવવાથી હોઠ ગુલાબી બને છે.

- એક ચમચી મલાઈમાં બે ટીપાં લીંબુનો રસ, ચુટકીભર હળદર, બે ટીપા સરસિયાનુ તેલ નાખીને આ પેસ્ટથી ચેહરા પર માલિશ કરવામાં આવે તો ચેહરો ખીલી ઉઠશે.
About Writer
કલ્યાણી દેશમુખ
kalyani deshmukh.... બધા વાંચો