1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

વુડન ઘરેણા ઈન ફેશન

વુડન ઘરેણા
N.D
વુડન નેકલેસ
લાકડીના મોતિ અને પેંડેંટથી બનેલ વુડન નેકલેસ માત્ર સલવાર સુટ પર જ નહિ પરંતુ સ્કર્ટ, ટોપ પર પણ સારા લાગે છે. લાકડાના સફેદ મોતીઓનો સેટ પણ સારો લાગે છે. બોટકટ હેર સ્ટાઈલવાળી છોકરીઓ પણ આને પહેરી શકે છે.

વુડન બ્રાઉન એંડ બ્લેક નેકલેસ
બ્રાઉન અને બ્લેક કલરનો નેકલેસ હેપ લુક માટે ટ્રાય કરો. આ નેકલેસ કોઈ પણ ડ્રેસ પર સારો લાગશે. સાથે મેચિંગ ઈયરિંગ હશે તો ખુબ જ સુંદર લાગશે.

સર્કલ્સ
જો તમને ઈયરિંગ્સનો શોખ હોય તો કાનમાં વુડન ઈયરિંગ્સ પહેરો. વુડનના નેચરલ કલરના ઈયરિંગ્સ સુંદર લુક આપે છે.

લોંગ વુડન ઈયરિંગ
ટ્રેડિશનલ ઈંડિયન ફેસ કટ પર આ ઈયરિંગ ખુબ જ સુંદર લાગે છે. બોયકટ હેરસ્ટાઈલની સાથે પણ સુંદર લાગે છે.

N.D
વુડન પેંડેંટ નેકલેસ
સિંપલ કાળા દોરામાં લાકડીનું પેંડેંટ જીંસ અને ટોપની સાથે સારૂ લાગે છે. આને તમે કોલેજ કે પિકનિકમાં પહેરી શકો છો.

વુડન બેલ્ટ
લાકડીના નાના સિક્કા અને મોતીયો વડે બનેલ સ્માર્ટ લુક આપે છે. માત્ર દોરામાં બાંધેલ સિક્કાઓના બેલ્ટને પણ તમે અજમાવી શકો છો.

વુડન બેંગલ્સ
આજકાલ કાચની બંગડીની જગ્યાએ લાકડાના કડાએ સ્થાન લઈ લીધુ છે. આને મેચિંગ સ્કર્ટ અને કુર્તાની સાથે કે જીંસની સાથે પહેરી શકો છો. જો તમને પસંદ હોય તો જુદા જુદા કડાઓનું કોમ્બીનેશન બનાવીને પહેરશો તો પણ સુંદર લાગશે.