રિઝર્વ બેંક મંગળવારે રજુ થનારી તેની વાર્ષિક નાણાંકીય નીતિમાં ચાવીરૂપ રેટ જાળવી રાખે તેવી સંભાવના છે. આ ઉપરાંત સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા અગાઉના રેટ કટના લાભ ઉઠાવવા બેંકોને કહ્યું હતું. તેમજ ધિરાણના દર વધારવા બેંકોને આરબીઆઇ સૂચના આપી શકે છે.
વૈશ્વિક મંદીની અસર હેઠળ અર્થતંત્રમાં ક્રેડિટ પ્રવાહની ગતિ ધીમી પડી છે. આ બાબતને લઇને આરબીઆઇ ચિંતિત છે. આરબીઆઇ અસરગ્રસ્ત સેકટરો માટે ધિરાણ દર વધારવા બેંકોને સૂચના આપી શકે છે. સમય સમયે રેટ ઘટાડવા બેંકોને આરબીઆઇએ સૂચના આપી છે.
આ મહિનાની શરૂઆતમાં એક પરિસંવાદમાં આરબીઆઇના ગવર્નર ડી.સુબ્બારાવે કહ્યું હતું કે બેન્કિંગ વ્યવસ્થાનો પ્રતિસાદ હકારાત્મક રહ્યો છે પરંતુ બેંકોએ પોલિસીની જરૂરીયાત મુજબ જવાબ આપ્યો નથી. યુકો બકના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર એસ.કે.ગોયલે જણાવ્યું છે કે આરબીઆઇ પોલિસી રેટમાં કોઇ સુધારા કરે તેવી સંભાવના ઓછી દેખાઇ રહી છે. હાલમાં યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે.
ઓકટોબર મહિના બાદથી રેપોરેટને ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે. આવી જ રીતે રિવર્સ રેપોરેટ 6 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરી દેવામાં આવ્યો છે. આરબીઆઇ દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંના પરિણામ સ્વરૂપે સિસ્ટમમાં ચાર લાખ કરોડ ઠાલવવામાં આવ્યા છે.