1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: ન્યૂયોર્ક. , બુધવાર, 22 એપ્રિલ 2009 (10:01 IST)

કોકાકોલાનો નફો 10 ટકા ઘટ્યો

ઠંડા પીણા પદાર્થ બનાવનારી કોકા કોલાનો નફો પ્રથમ ત્રિમાસિકમાં 10 ટકા ઘટીને 1.35 અરબ અમેરિકી ડોલર રહ્યો. જો કે કંપનીએ ભારતમાં મજબૂત વૃધ્ધિ નોંધાવી છે.

ત્રણ એર્પિલ 2009ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિકમાં કંપનીનો નફો 1.35 અરબ ડોલર રહ્યો, જે પૂર્વ વર્ષની સમાન અવધિના મુકાબલા 10 ટકા ઓછી છે. કોકા કોલાનો 28 માર્ચ 2008 સમાપ્ત ત્રિમાસિકમાં નફો 1.50 અરબ ડોલર હતો.

કંપનીના નિવેદન મુજબ કંપનીએ પોતાના આધારમાં સારી વૃધ્ધિ કરી છે. કંપનીએ જ્યા ભારતમાં 31 ટકા વધારો મેળવ્યો, તો બીજી બાજુ ચીનમાં તેનો વૃધ્ધિ દર 10 ટકા રહ્યો.