Last Modified: તિરુચિલાપલ્લી , મંગળવાર, 25 ઑગસ્ટ 2009 (12:27 IST)
જેકે ટાયરનો 4,000 કરોડનો વેપાર
ઈંધણની કીમતોમાં આવેલી તેજીના કારણે છેલ્લા ઘણા સમયથી ઠંડા પડેલા ટાયર ઉદ્યોગની ગરમી હવે પરત ફરવા લાગી છે.
જેકે ટાયર એંડ ઇંડસ્ટ્રીજે ચાલૂ નાણાકિય વર્ષમાં 4,000 કરોડ રૂપિયાના વેપારનો લક્ષ્યાંક રાખ્યો છે. કંપની નિર્દેશક (માર્કેટિંગ) એ એસ મહેતાએ કહ્યું કે, આ ઉદ્યોગનો વેપાર જુલાઈ-ડિસેમ્બર 2008 સાથે ગત ત્રિમાસિક ગાળા દરમિયાન ઘણો ઠંડો રહ્યો હતો.
તેમણે કહ્યું કે, આ દરમિયાન કાચુ તેલ 130 થી 140 ડોલર પ્રતિ બૈરલ ચાલી રહ્યું હતું અને પ્રાકૃતિક રબરના ભાવ પણ 120 થી 130 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયાં હતાં
મેહતાએ કહ્યું કે, ઉદ્યોગને આ દરમિયાન આ કારણોસર દબાણ સહન કરવું પડ્યું, કારણ કે, ટાયર ઉદ્યોગનો મોટાભાગનો કાચો માલ પેટ્રોલિયમ ઉત્પાદનો પર આધારિત છે.
તેમણે કહ્યું કે, એપ્રિલ 2009 થી આ ક્ષેત્રમાં સુધાર આવવાના શરૂ થઈ ગયા છે. એપ્રિલ-જૂન 2009 દરમિયાન અમારુ ચોખ્ખુ વેચાણ 900 કરોડ રૂપિયા રહ્યું છે જે ગત વર્ષે આ સમયગાળામાં તે 850 કરોડ રૂપિયા રહ્યું હતું.
મેહતાએ જણાવ્યું કે, કાચા માલની કીમતોમાં ઘટવાના કારણે ચાલૂ નાણાકિય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમારો સંચાલકિય નફો 41 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે જે અગાઉના નાણાકિય વર્ષના સમાન સમયગાળામાં 20 કરોડ રૂપિયા હતો.