1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , સોમવાર, 24 ઑગસ્ટ 2009 (16:17 IST)

પુંજલાયડને 167 કરોડનો ઓર્ડર મળ્યો

એંજિનિયરિંગ ક્ષેત્રની પુંજલાયડે સાર્વજનિક ક્ષેત્રની કંપની ગેલ ‘ઇંડિયા’ પાસેથી પાઇપલાઇન પરિયોજના માટે 167.51 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ પ્રાપ્ત કર્યો છે.

પુંજલાયડે મુંબઈ સ્ટોક એક્સચેંજને આપેલી સૂચનામાં જણાવ્યું છે કે, કંપનીએ ગેલ ‘ઇંડિયા’ થી 145.43 કિલોમીટર લાંબી દાહેજ વીજાપુર પાઇપલાઇન ઉન્નયન પરિયોજના માટે આ 167.51 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ પ્રાપ્ત કર્યો છે.

ઓર્ડર અંતર્ગત કંપની પાઈપલાઈન ગોઠવવા, તેના પરીક્ષણ અને ચાલૂ કરવાના કામને અંજામ આપશે.