1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 26 ઑગસ્ટ 2009 (10:55 IST)

મારૂતિ સુજુકીની 'એસ્ટિલો' લોન્ચ

દેશની સૌથી મોટી કાર વિનિર્માતા કંપની મારૂતિ સુજુકી ઈંડિયાએ મંગળવારે નાની કાર એસ્ટિલોનું નવુ વર્જન રજૂ કર્યું જેનું આમંત્રણ મૂલ્ય 3.12 લાખ રૂપિયા વચ્ચે છે.

નવી એસ્ટિલો 998 સીસી પેટ્રોલ ઇંજનથી લેસ છે. કારમાં કે.સીરીજના ઈંજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગાઉ કંપની એ.સ્ટાર અને રિટ્સ ને કે. સીરીજના ઈંધણ સાથે લોંચ કરી ચૂકી છે.

મારૂતિ સુજુકી ઇંડિયાના મેનેજિંગ નિર્દેશક અને મુખ્ય કાર્યાધિકારી શિંજો નકાનિશીએ અહીં પત્રકારોને જણાવ્યું કે, ગ્રાહકોને મળેલી પ્રતિક્રિયાઓના આધારે મારૂતિએ પોતાનું આ મોડલ રજૂ કર્યું છે. નવી એસ્ટિલોને કંપનીના ગુડગાંવ કારખાનામાં બનાવામાં આવશે. એ.સ્ટાર અને રિટ્જનું પણ વિનિર્માણ પોઅણ એકમમાં કરવામાં આવે છે.

કંપની વર્તમાનમાં ભારત સ્ટેજ.3ભારત સ્ટેજ.4 અને યૂરો.5 ઉત્સર્જન માપદંડોને પૂર્ણ કરનારા કે. સીરીજના ઈંજનોનું વિનિર્માણ કરે છે.