રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By જયદીપ કર્ણિક|
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 1 નવેમ્બર 2008 (19:55 IST)

રિઝર્વ બેંકે ફરી રેપો રેટ ઘટાડ્યો

રિઝર્વ બેંકે વૈશ્વિક મંદી સામે લડત આપવા માટે એક માસમાં બીજીવાર રેપોરેટ ઘટાડ્યો છે. ઉપરાંત સીઆરઆરમાં પણ ઘટાડો કરવાનું નક્કી કર્યુ છે.

બેંકે રેપો રેટ અડધો ટકા ઘડાડીને 7.5 ટકા તથા સીઆરઆર 5.5 ટકા કરી દીધુ છે. સીઆરઆરમાં ઘટાડો બે ચરણોમાં લાગુ કરાશે, એક 3 નવેમ્બર અને ત્યારબાદ 8 નવેમ્બરના રોજ લાગુ કરાશે.

ઉપરાંત રિઝર્વ બેંકે બોંડ સુરક્ષિત જરૂરિયાતોને પણ એક ટકા ઘટાડીને કુલ જમા બોંડને 24 ટકા કરી દીધુ છે.