Last Modified: અમદાવાદ , રવિવાર, 19 એપ્રિલ 2009 (09:29 IST)
રિલાયન્સ પેટ્રોલ પંપ જલ્દી ખુલશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે વૈશ્વિક આર્થિક મંદીને જોતાં વિદેશી બજારમાં પોતાની પેટ્રોલિયમ ઉત્પાદનો વેચવાની યોજના ઉપર વિરામ લગાવી સ્થાનિક બજાર તરફ જોતાં છેલ્લા કેટલાય સમયથી બંધ પડેલા રિલાયન્સ પેટ્રોલ પંપ ટુંક સમયમાં શરૂ થશે.
કંપનીએ આ માટે પેટ્રોલિયમ મંત્રાલયથી ગુજરાતના જામનગર ખાતેની પોતાની તેલ પરિશોધન રિફાઇનરીને આપવામાં આવેલ નિકાસ કરવાની મંજૂરીને ખતમ કરવા અરજી આપી હતી. કંપનીએ અહીં પેટ્રોલિયમ ઉત્પાદન નિકાસ કરવાની જગ્યાએ સ્થાનિક બજારમાં તે વેચવાની યોજના બનાવી છે. જેથી દેશમાં છેલ્લા કેટલાય સમયથી બંધ પડેલા તેના પેટ્રોલ પંપ ફરીથી ખોલી શકાય.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, સરકારની મંજૂરી મળવાની સાથે જ જામનગર સ્થિત રિફાઇનરી બિન નિકાસકારી સંસ્થા બની જશે. જામનગર રિફાઇનરીની વર્તમાન ક્ષમતા 6.60 લાખ બેરલ પ્રતિની છે.