વિપ્રોનો નફો 15 ટકા વધ્યો
સોફ્ટવેર કંપની વિપ્રો ટેકનોલોજીસીસના ચોખ્ખા નફામાં 31મી માર્ચ 2009એ પુરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન 14.77 ટકાનો વધારો નોંધાયો છે અને તે 1010 કરોડે પહોંચ્યો છે. કંપનીએ બીએસઇને જાણકારી આપી છે કે, ગત વર્ષે આ સમયગાળા દરમિયાન તેમનો નફો 880 કરોડ રૂપિયા હતો. આ સમય દરમિયાન કંપનીની કુલ આવક 13.55 ટકાના વધારા સાથે 5683.20 કરોડ થઇ છે. ગત વર્ષે આ આવક 5797.40 કરોડ રૂપિયા હતા.