1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , સોમવાર, 20 એપ્રિલ 2009 (09:58 IST)

સત્યમ બોર્ડની બેઠક આજે

સત્યમ કોમ્યુટરના બોર્ડની બેઠક સોમવારે થશે. જેમા કંપનીના નવા માલિક ટેક મહિન્દ્રા પણ હાજર રહેશે. બેઠકમાં સત્યમના બધા નિદેશક, મહિન્દ્રા ગ્રુપના પ્રમુખ આનંદ મહિન્દ્રા અને ટેક મહિન્દ્રાના વરિષ્ઠ અધિકારી ભાગ લેશે.

મહિન્દ્રા કંપનીના વિભાગીય પ્રમુખોને સંબોધિત કરી શકે છે અને અધિકારીઓ સાથે પરિચાલન અને વેપારની માહિતી લઈ શકે છે.

ટેક મહિન્દ્રાએ સત્યમ બોર્ડમા ચાર નિદેશકની નિમણૂંક કરવાની છે. સત્યમ માટે ટેક મહિન્દ્રાએ સૌથી વધુ બોલી લગાવી હતી અને એની 31 ટકા ભાગીદારીને માટે તેણે 22 એપ્રિલ સુધી 1756 કરોડ રૂપિયા ચુકવવાના છે.