શનિવાર, 20 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

વિશ્વ અર્થવ્યવસ્થા શૂન્ય વ્યાજદર તરફ

વિશ્વ અર્થવ્યવસ્થા શૂન્ય વ્યાજદર તરફ
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં લેતા નવો મુદ્દો હાલમાં ચર્ચામાં છે, કે અમેરિકા, જાપાન, ઈંગ્લેંડ, અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વની મોટી અર્થવ્યવસ્થા શૂન્ય વ્યાજદર પ્રણાલી તરફ વધી રહી છે.

જોકે ભારત માટે બેંકરોની માન્યતા જુદી છે, છેલ્લા પાંચ દાયકાથી અમેરિકામાં વ્યાજદર એક ટકો પણ નીચી રહી નથી. પરંતુ જાપાને 1999થી 2006 સુધી વ્યાજદર શુન્ય રાખ્યો હતો.

વ્યાજ દર શૂન્ય રાખવાની આ પ્રણાલી માત્ર એવી બેંકો પર લાગુ પડે છે, જે કેન્દ્રીય બેંકોમાં પોતાના નાણાનું સેવન કરે છે. આવી વ્યવસ્થામાં ઉપભોક્તાઓ અને કોર્પોરેટ ગ્રાહકો પર લાગતા વ્યાજદરમાં ઘટાડો જોવા મળે છે.