1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

80 ડોલર સુધી જઈ શકે છે કાચુ તેલ

ચીનમાં ઊર્જાની માંગ વધારવા અને યૂરોપમાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા સકારાત્મક આવવાની સંભાવના વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોચવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બજારમાં ઊર્જાની માંગ વધવાની અટકળો રહી, જેનાથી કાચા તેલનું બજાર મજબૂત રહ્યું. તાજા આંકડાઓ અનુસાર યૂરો ક્ષેત્રમાં ઔદ્યોગિક ઉત્પાદન વધવાની સંભાવના છે અને ચીનમાં ઊર્જાની માંગમાં 3.5 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા સુધરવાના સંકેતોથી આંતરરાષ્ટ્રીય વેપાર દરમિયાન કાચા તેલના ભાવ 75 ડોલર પ્રતિ બેરલ તરફ વધતા નજરે ચડ્યાં.

અમેરિકામાં કાચા તેલનો ભાવ 74.41 ડૉલર પ્રતિ બૈરલ બોલવામાં આવ્યો જ્યારે લંડન બ્રેંટટ 74.37 ડૉલર પ્રતિ બૈરલ રહ્યું. અમેરિકી કાચા તેલના ભાવ ગત વર્ષે 24 ઓક્ટોબર બાદથી આ સ્તર પર પહોંચ્યા છે.

વેપારીઓનું કહેવું છે કે, ચીનથી આવનારી ખબરો સારી છે અને યૂરોપથી સકારાત્મક સમાચારો આવવાની આશા છે. ટેક્નિકલ દૃષ્ટિએ કાચા તેલમાં ઊચાઈનું વલણ બનેલું છે. આ બધા વચ્ચે અમેરિકી ફેડે કહ્યું છે કે, અમેરિકી અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત જોવા મળી રહ્યાં છે, જ્યારે ગત વર્ષે આ દિવસો દરમિયાન તે જબરદસ્ત પડતીમાં હતી.