1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: મુંબઈ , શનિવાર, 25 એપ્રિલ 2009 (18:13 IST)

ICICIનાં નવા પ્રમુખ તરીકે કોચર

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક આઈસીઆઈસીઆઈનાં મેનેજમેન્ટમાં ખૂબ મોટો બદલાવ આવી રહ્યો છે. ચંદ્રા કોચરને બેન્કનાં નવા સીઈઓ બનાવાયા છે.

તો રીટાયર્ડ થયેલા એન.વકુલનાં સ્થાને કે.વી.કામથને ગેરકાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. કામત 1 મેથી કાર્યભાર સંભાળશે. કામથએ શીખા શર્માનાં રાજીનામા બાદથી કાર્યભાર સંભાળી રહ્યાં છે.

કંપનીનાં જણાવ્યા મુજબ ચંદ્રા કોચર બેન્કની સીઈઓની સાથે પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ, લોમ્બાર્ડ ઈન્સ્યોરન્સ, જનરલ ઈન્સ્યોરન્સ અને એસેટ મેનેજમેન્ટ સહિત બેન્કની વિવિધ શાખાઓનાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળશે.