Last Modified: મુંબઈ , મંગળવાર, 28 એપ્રિલ 2009 (20:24 IST)
SBI એ શિક્ષણ લોન સસ્તી કરી
દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે શિક્ષણ માટેની લોન પર વ્યાજ ઘટાડીને 2.5 ટકા કરી દીધું છે. જો કે આ છુટ થોડાક સમય માટે જ છે.
બેન્કનાં જણાવ્યા મુજબ 4 લાખ સુધીની શિક્ષણ લોન પર વ્યાજ ઘટાડીને 11.50 ટકા કરી દીધું છે. જે પહેલાં 11.75 ટકા હતું. જ્યારે 4 થી 7.5 લાખ સુધીની શિક્ષણ લોન પર વ્યાજ દર 13.25 થી ઘટાડીને 11.25 ટકા કરી દેવામાં આવ્યું છે.
એસબીઆઈનાં જણાવ્યા મુજબ 7.5 લાખ રૂપિયાથી વધુ શિક્ષણ લોન લેવા પર વ્યાજ દર 11 ટકા કરી દેવામાં આવ્યું છે. જે પહેલાં 12.25 ટકા હતું. આ લોન સપ્ટેમ્બર 2009 સુધીનાં શિક્ષણ માટેનાં એડમિશન પર લાગુ પડશે.