બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઇ , બુધવાર, 8 એપ્રિલ 2020 (13:37 IST)

એમેઝોન પ્રાઇમ વીડિયો તાજેતરમાં રિલિઝ થઇ હોરર ફિલ્મ IT: ચેપ્ટર 2

: ચાલુ સપ્તાહે એમેઝોન પ્રાઇમ વીડિયો તેના ગ્રાહકોને કેટલાક તાજેતરના, આકર્ષક દરેક શૈલીના અને ભાષાઓના ભારતીય અને આંતરરાષ્ટ્રીય ટાઇટલ્સ સાથે મનોરંજન પૂરું પાડવા તૈયાર છે. સપ્તાહનો પ્રારંભ તાજેતરના ભૂતને લગતા મનોરંજન IT: ચેપ્ટર 2 સાથે થશે જે સ્ટીફ કીંગના બેસ્ટ સેલર IT પર આધારિત છે અને આ સિક્વલ ભયાનક પેન્નીવાઇઝ સાથેની ધ લૂઝર ક્લબની પ્રથમ અથડામણ બાદ 27 વર્ષ પછી રજૂ થવા સજ્જ છે. 
 
મેડીકલ ડ્રામાનો એપિસોડ ચાલુ રહે છે કેમ કે પ્રાઇમ વીડિયો 10 એપ્રિલથી તેની લાયબ્રેરીમાં ગ્રેઝના એનાટોમીની 15મી સિઝનનો હવે ઉમેરો કરનાર છે. પ્રાઇમ સભ્યો ફ્રેચાઇઝમાં તેમની તાજેતરની ફિલ્મ ગોડજિલ્લાઃ કીંગ ઓફ મોન્સ્ટર્સને ફક્ત એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઇ શકે છે. 
 
ચાલુ સપ્તાહે એમેઝોન પ્રાઇમ વીડિયો તેના ગ્રાહકો સમક્ષ એવોર્ડ વિજેતા કોમેડીયન્સ સેલીયા પેક્વોલા અને ઝો કોમ્બ્સ માર...દ્વારા ઓલ ટોક અને મેસી બોટમ્સ જેવા કોમેડી સ્પેશિયલ્સ પણ રજૂ કરી રહ્યું છે. 
 
200 દેશો અને પ્રાંતોમાં રહેલા પ્રાઇમ સભ્યો તાજેતરના તેલુગુ સાયકો થ્રીલર, મધા, ધરાલા પ્રભુ સહિતના ટાઇટલ્સમાંથી પણ સ્ટ્રીમ કરી શકે છે. જે 2012 ક્રિટીકલનું તામિલ સંસ્કરણ છે બોક્સ ઓફિસ પર સફળતા પ્રાપ્ત કરનાર વીકી ડોનર્સ તેમજ રોમેન્ટિર પંજાબ ટાઇટલ સુફ્ના પણ તેમની થિયેટ્રિકલ રિલીઝ બાદ રજૂ કરાશે.