મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 જુલાઈ 2023 (15:16 IST)

રાતોરાત સોનાના ભાવમાં મોટો ઉછાળો

gold
Gold Silver Rate Today: સોના- ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવામાં આવી રહ્યુ છે. શરાફા બજારમાં ગઈ કાલે સોનું કડાકા સાથે 59143ના ભાવે બંધ થયું હતું જે આજે ભારે ઉછાળા સાથે જોવા મળી રહ્યું છે. 10 ગ્રામ સોનું 397 રૂપિયાના વધારા સાથે 59541 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે.
 
મલ્ટી કમોડિટી એક્સચેંજ પર ઓગસ્ટ  2023માં ડિલીવરી વાળા ગોલ્ડ 64 રૂપિયા એટલે કે 0.11 ટકાના વધારા સાથે 59,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉના સત્રમાં, ઓગસ્ટ કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 59,076 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
 
ચાંદી  74,351 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે કારોબાર કરતી જોવા મળી હતી
મલ્ટી કમોડિટી એક્સચેંજ પર ડિલિવરી માટે ચાંદી, મંગળવારે સાંજે 0.88 ટકા અથવા રૂ. 652 વધીને રૂ. 74,351  પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.