હવે 58 વર્ષ પહેલા PF ના સંપૂર્ણ પૈસા નહી કાઢી શકો
જો તમારો પીએફ કપાય છે તો તમારે માટે આ ખૂબ જ જરૂરી સમાચાર છે. હવે તમે 58ની વય સુધી પીએફના પુરા પૈસા નહી કાઢી શકો.
ઉલ્લેખનીય છેકે સરકાર મેચ્યોરિટી પહેલા 58 વર્ષની વય સુધી 75 ટકા પીએફ નિકાસીની સીમા નક્કી કરવા પર વિચાર કરી રહી છે. હાલ જે પીએફ સાથે સંબંધિત નિયમ છે તેના મુજબ કોઈપણ સ્થળેથી પીએફના પુરા પૈસા કાઢી શકાય છે. આ માટે એ બતાડવુ પડશે કે તમે બે મહિનાથી કમ નથી કરી રહ્યા.
પ્રોવિડેંટ ફંડ સ્કીમમાં ફેરફાર સંબંધિત પ્રસ્તાવ મંજુરી માટે શ્રમ મંત્રાલયની પાસે મોકલીદેવામાં આવ્યો છે. શ્રમ સચિવ શંકર અગ્રવાલે જણાવ્યુ, 'અમે આગામી 10-15 દિવસોમાં આ સંબંધે નિર્ણય લઈશુ." સેંટ્રલ પ્રોવિડેંટ ફંડ કમિશ્નર કે.કે. જાલાને પણ જણાવ્યુ કે પ્રસ્તાવિત ફેરફાર આગામી 10-15 દિવસોમાં અધિસૂચિત કરવાની આશા છે.
તેમણે જણાવ્યુ કે તેને કર્મચારી સંઘોની મંજુરી મળવામાં આવી છે. જ્યારે જાલાનને પૂછવામાં આવ્યુ કે શુ ઘર બાંધવા, લગ્ન, બાળકોની શિક્ષા વગેરે જેવી પરિસ્થિતિમાં પણ 75 ટકા નિકાસી સીમા લાગૂ થશે. .તેમણે આના પર જવાબ આપ્યો કે હા આવુ જ થશે.
તેમણે જણાવ્યુ કે આ પ્રપોજલ પાછળ આઈડિયા એ ચોક્કસ કરવાનો છે કે પ્રોવિડેંટ ફંડને અન્ય કોઈ હેતુ માટે નહી પણ વૃદ્ધાવસ્થા સુરક્ષાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે. તેમણે કહ્યુ કે આને બચત બેંક ખાતાના રૂપમાં ઉપયોગ ન કરવામાં આવવો જોઈએ.