ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શનિવાર, 17 ઑગસ્ટ 2019 (17:49 IST)

તહેવારો શરૂ થતા સિંગતેલનાં ભાવમાં ભડકો, જાણો ડબ્બાનો ભાવ

તહેવારો શરૂ થતાંની સાથે સિંગતેલનાં ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. 3 દિવસમાં સીંગતેલના ભાવમાં બીજી વાર વધારો થયો છે. ભાવવધવાને કારણે સીંગતેલનો ડબ્બાએ રૂ. 1800 ની સપાટી કૂદાવીને હવે રૂ. 1840 થી 1850 પહોંચી ગયો છે. આ તહેવારોમાં ફરસાણ અને મીઠાઇ વિચારી વિચારીને બનાવવી પડશે. બુધવારે સીંગતેલ છૂટકનો ભાવ રૂ. 1125 હતો.

ગુરૂવારે રજા રહ્યા બાદ શુક્રવારે ઉઘડતી બજારે સીંગતેલ છૂટકનો ભાવ રૂ.1125 જ રહ્યો હતો. જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. તહેવાર નજીક હોવા છતા જોઈએ તેવી ખરીદી નિકળી નથી. સિંગતેલમાં શુક્રવારે ભાવવધારો નોંધાયો હતો. ભાવ વધ્યા બાદ સીંગતેલ નવા ટીનનો ભાવ રૂ. 1840થી 1850 રહ્યો હતો. જ્યારે 15 કિલો લેબલ ટીનનો ભાવ રૂ. 1800-1810 બોલાયો હતો.બજારનાં વેપારીઓનાં જણાવ્યાં પ્રમાણે તહેવારોમાં ખરીદી નીકળશે તો હજુ ભાવમાં વધારો થઇ શકે છે.