મંગળવાર, 1 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: દિલ્હી. , સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (15:49 IST)

હવે બેંકોમાંથી રોકડ કાઢવા પર લાગશે ફી... 4 વારથી વધુના ટ્રાંજેક્શન પર લાગશે આટલો ચાર્જ

મોદી સરકાર નોટબંધી પછી દેશની અર્થવ્યવસ્થાને કેશલેશ બનાવવામાં લાગી છે. કેશલેસ બનાવવામાં બેંક પણ સરકારનો સાથ આપવો શરૂ કરી રહી છે. ભારતની બીજી સૌથી મોટી પ્રાઈવેટ બેંક એચડીએફસીએ પણ કેશલેશ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવા માટે કેશ કાઢવાનો ચાર્જ વધારી દીધો છે. 
 
-4 વારથી વધુ નિકાસી પર 150 રૂપિયા આપવા પડશે. 
- એચડીએફસી બેંકમાથી 4 વારથી વધુ કેશ કાઢવા પર 150ની ફી ચુકવવી પડશે. 
- બેંકના મુજબ આ રોકડ લેવડ-દેવડથી લોકોને હતોત્સાહિત કરવાનો એક પ્રયાસ છે. 
- સરકાર નોટબંધી પછી લોકોને રોકડ રહિત અને ડિઝિટલ લેવડ-દેવડ માટે પ્રોત્સાહિત કરી રહી છે. 
- એ માર્ચ પછી વધશે ફી 
- બેંકે કહ્યુ કે એચડીએફસી બેંકે 1 માર્ચથી કેટલાક ટ્રાંજેક્શન પર ફી વધારવાનો નિર્ણય કર્યો છે. 
- સાથે અન્ય મામલામાં રોકડની સીમા નક્કી કરવા અને કેટલાક ટ્રાંજ્કેશન પર ફી લગાવવાનો નિર્ણય કર્યો છે. 
- બેંકની વેબસાઈટ મુજબ થર્ડ પાર્ટી ટ્રાંજેક્શન રોજ 25000 રૂપિયાની સીમા નક્કી કરી છે. 
- સાથે જ શાખાઓમાં ફ્રી ટ્રાંજેક્શનની સંખ્યા પાંચથી ઓછી કરી ચાર કરી દીધી અને નોન ફ્રી ટાંજ્કેશન માટે ફી પણ 50 ટકા વધારીને 150 રૂપિયા કરી દીધી છે. 
- આ પહેલા રોજ નિકાસી અને જમા બંનેમાં 50000 રૂના કેશ ટ્રાંજેક્શનની અનુમતિ હતી. 
- નવી ફી પોલીસી ફક્ત સેલેરી અને સેવિગ્સ એકાઉંટ્સ માટે લાગૂ થશે. 
- બેંકે હોમ બ્રાચેજમાં પણ ફ્રી કેશ ટ્રાંજ્કેશન બે લાખ રૂપિયા પર સીમિત કરી દીધી છે. તેમા જમા અને નિકાસીનો સમાવેશ છે. 
- તેના ઉપર ગ્રાહકોને ન્યૂનતમ 150 રૂપિયા કે પાંચ રૂપિયા પ્રતિ હજારની ચુકવણી કરવી પડશે.