1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 જૂન 2015 (17:30 IST)

હવે તત્કાલ ટિકિટ કેન્સલ કરશો તો મળશે અડધુ રિફંડ

પ્રીમિયમ અને તત્કાલ ટિકિટ કેંસલ કરાવતા હવે મુસાફરોને 50 ટકા સુધીની રકમ પરત મળશે. આ માટે રેલવેએ પ્રયાસ શરૂ કરી દીધા છે. બધુ ઠીક રહ્યુ તો એક જુલાઈથી મુસાફરોને આ સુવિદ્યાનો લાભ મળી શકે છે. 
 
હાલ તત્કાલ અને પ્રીમિયમ ટિકિટને કેંસલ થવાની સ્થિતિમાં પૈસા પરત મળતા નથી. રેલવે આ વાત પર વિચાર કરી રહી છે કે કન્ફર્મ અને પ્રીમિયમ તત્કાલ ટિકિટોના કૈસલેશનની સ્થિતિમાં કેટલા પૈસા રિફંડ કરવામાં આવે. 
 
તત્કાલ ટિકિટોની બુકિંગના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર 
 
સાથે જ ભારતીય રેલવેએ સવારે દસથી બાર વાગ્યા વચ્ચે તત્કાલ ટિકિટોના બુકિંગ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમ હેઠળ સવારે દસ વાગ્યાથી અગિયાર વાગ્ય સુધી ફક્ત એસી શ્રેણીના તત્કાલ ટિકિટ બુક કરી શકાશે. જ્યારે કે અગિયાર વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય ફક્ત સ્લીપરનું તત્કાલ બુકિંગ થઈ શકશે. આ સંબંધમાં રેલવે બોર્ડ તરફથી આઠ દસ દિવસમાં સર્કુલર રજુ કરી શકાય છે.  સૂત્રો મુજબ રેલવે આ પ્રક્રિયામાં આઠ દસ દિવસમાં જાહેરાત કરી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે હાલ સવારે 1--12 વચ્ચે એજંટો દ્વારા તત્કાલ બુકિંગ પર રોક છે. આ દરમિયાન ફક્ત સામાન્ય જનતા રેલવે રિઝર્વેશન કેન્દ્રો કે આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઈંટરનેટ દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવી શકે છે. આ સિવાયના સમયમાં તત્કાલ બુકિંગ એજંટો સહિત બધા માટે મળી રહેશે.