સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2023 (09:07 IST)

મહિનાના પહેલા દિવસે મળ્યા સારા સમાચાર, એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો, અહી જુઓ ભાવ

gas cylinder
નવા મહિનાની શરૂઆત સારા સમાચાર સાથે થઈ છે.  આજથી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટાડો માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. એટલે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ રાહત આપવામાં આવી નથી. કંપનીઓએ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1 મેના રોજ 1856.50 રૂપિયા હતી, જે હવે 1 જૂને ઘટીને 1773 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે 83 રૂપિયાનો ઘટાડો થયો છે.
 
આ છે દેશના મોટા શહેરોમાં 19 કિલોના સિલિન્ડરના નવા દર
 
દિલ્હી : રૂ. 1773 
કલકત્તા  : રૂ. 1875 
મુંબઈ  : રૂ. 1725 
ચેન્નાઈ  : રૂ. 1937 
પટના: રૂ. 2021.5
લખનૌ: રૂ. 1909
અમૃતસર: રૂ. 1895.5
દેહરાદૂન: રૂ. 1839.5
જયપુર: રૂ. 1818.5