શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 28 જાન્યુઆરી 2017 (13:08 IST)

મારૂતિ સુઝુકીએ પોતાના બધા મોડલની કિમંત વધારી

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઈંડિયાએ પોતાના બધા મોડલની કારની કિમંતમાં તત્કાલ પ્રભાવથી 8014 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યુ કે તેની વિવિધ શ્રેણીઓની કારની કિમંતમાં તત્કાલ પ્રભાવથી વધારો કરવામાં આવ્યો છે. 
 
દિલ્હીના શો રૂમ પર આ વૃદ્ધિ 1500થી 8014 રૂપિયા સુધીની છે. નિવેદન મુજબ કિમંત વધારવાનો નિર્ણય કાચામાલ, વાહનવ્યવ્હાર અને પ્રશાસનિક રોકાણોમાં વધારાને કારણે કરવામાં આવ્યો છે. 
 
કંપની દેશમાં નાની કાર આલ્ટો 800થી પ્રીમિયમ ક્રોસ ઓવર એસ ક્રોસ મોડલ સુધીનુ વેચાણ કરે છે. જેની દિલ્હીમાં એક્સ શો રૂમ કિમંત 2.45 લાખ રૂપિયાથી 12.03 લાખ રૂપ્યા સુધી છે. કંપનીએ ગયા વર્ષે ઓગસ્ટમાં એસયૂબી વિટારા બ્રેજાના ભાવ 20000 રૂપ્યા અને બલેનોના ભાવ 10000 રૂપિયા વધાર્યા હતા. 
 
વિતેલા વર્ષે મોટાભાગના કાર કંપનીઓ જેમ કે હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નિસાન, ટોયોટા, રેનો, મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયા અને ટાટા મોટર્સે એક જાન્યુઆરીથી પોતાની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. કંપનીઓનું કહેવું હતું કે, ઇનપુટ કોસ્ટ વધવા અને વિદેશી વિનિમય મોંઘું થવાને કારણે કિંમતમાં વધારો કરવો પડ્યો છે.