શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (07:11 IST)

સરકારે ડુંગળીની નિકાસ પર લગાવી રોક, દેશમાં 50 રૂપિયે કિલો પહોંચી કિમંત

દેશમાં ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડાયરેક્ટ્રરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)  એક નોટિફિકેશનમાં કહ્યું કે તમામ પ્રકારની  ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં બેંગ્લુર  રોઝ અને કૃષ્ણપુરમ ડુંગળીનો પણ સમાવેશ છે. અત્યાર સુધી ડુંગળીની આ જાતિના નિકાસ પર કોઈ પ્રતિબંધ નહોતો.
 
એક અધિકારીએ જણાવ્યું હતું કે, દેશમાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે અને સ્થાનિક બજારમાં અછત છે. આ તંગી મોસમી છે, પરંતુ કોવિડ -19 રોગચાળા દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં ડુંગળીની ભારે નિકાસ કરવામાં આવી છે. ભારતે એપ્રિલ-જૂન દરમિયાન 19.8 મિલિયન ડુંગળીની નિકાસ કરી હતી, જ્યારે કે, છેલ્લા વર્ષે 44 કરો ડોલરની ડુંગળીની નિકાસ કરી હતી. ભારતથી બાંગ્લાદેશ, મલેશિયા, યુએઈ અને શ્રીલંકામાં ડુંગળીની સૌથી મોટી નિકાસ થાય છે.
 
હજુ માત્ર 15 દિવસ પહેલા છૂટકમાં 15થી 20 રૂપિયે વેચાતી ડુંગળીનો ભાવ 45-50 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. એશિયાના સૌથી મોટા શાકમાર્કૉ દિલ્હીના આઝાદપુર બજારમાં આજે ડુંગળીનો હોલસેલ રેટ 26થી 37 રૂપિયે કિલો રહ્યો છે. વ્યાપારીઓનું કહેવું છે કે ડુંગળીની કિંમતોમાં ઝડપથી વધારો થવા પાછળનું કારણ ડુંગળીનો પાક ખરાબ થવો છે. વાસ્તવમાં કર્ણાટકમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદના કારણે ડુંગળીનો પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.