શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 17 મે 2017 (15:11 IST)

Paytm નુ પેમેંટ બેંક 23 મેથી શરૂ થશે,

અનેક મહિનાઓની રાહ જોયા પછી છેવટે હવે પેટીએમની ચુકવણી બેંક 23 મેથી શરૂ થઈ જશે.  તેને આ માટે રિઝર્વ બેંક પાસેથી અંતિમ મંજૂરી મળી ગઈ. 
 
પેટીએમે સાર્વજનિક રૂપે રજુ નોટિસમાં કહ્યુ છે, 'પેટીએમ પેમેંટ બેંક લિમિટેડ(પીપીબીએલ)ને રિઝર્વ બેંક પાસેથી અંતિમ લાઈસેંસ પ્રાપ્ત થઈ ગયુ છે અને આ 23 મે 2017ના રોજથી કામ કરવુ શરૂ કરી દેશે." પેટીએમ પોતાનુ વોલેટનો પૂર્ણ વેપાર પીપીબીએલમાં સ્થાનાંતરિત કરી દેશે. 
 
તેમા 21.80 કરોડ મોબાઈલ વોલેટ ઉપયોગ કરનારા લોકો જોડાયા છે. ચુકવણી બેંકનુ આ લાઈસેંસ ભારતીય નિવાસી વિજય શેખર શર્માને મળ્યુ છે. વિજય શેખર શર્મા પેટીએમની માલિક કંપની વન97 કમ્યુનિકેશંસના સંસ્થાપક છે. 
 
તેમા કહેવામાં આવ્યુ છે કે 23 મે પછી પેટીએમ વૉલેટનો વેપાર પીપીબીએલમાં જતો રહેશે. જો કોઈ ગ્રાહક આવુ નથી ઈચ્છતો તો તેને પેટીએમ ને સૂચિત કરવુ પડશે.  સૂચના મળતા પેટીએમ તેના વોલેટમાં બચેલી રકમ સંબંધિત ગ્રાહકના બેંક ખાતામાં સ્થાનાંતરિત કરી દેશે.  આ પ્રકારની સૂચના 23 મે પહેલા આપવી પડશે. 
 
છેલ્લા છ મહિના દરમિયાન વૉલેટમાં જો કોઈ ગતિવિધિ થઈ નથી તો આવી સ્થિતિમાં પીપીબલમાં હસ્તાંતરણ ફક્ત ગ્રાહકોની વિશેષ મંજુરી પછી જ થશે  
 
પેટીએમનુ ચુકવણી બેંક વ્યક્તિઓ અને નાના વેપારીઓ પાસેથી પ્રતિ ખાતા એક લાખ્ક રૂપિયા સુધી જમા સ્વીકાર કરી શકે છે.  આ અગાઉ પેટીએમની ચુકવણી બેંક ગયા વર્ષે દિવાળીની આસપાસ શરૂ થવાની ચર્ચા હતી.