શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 5 જુલાઈ 2017 (16:00 IST)

4G VoLTE - રિલાયંસ Jio નો નવો ધમાકો, લોંચ થવા જઈ રહ્યો છે 500 રૂપિયામાં 4G ફોન

ટેલીકોમ સેક્ટરમાં રિલાયંસ જિયો સિમથી તહલકો કરનારી રિલાયંસ જિયો હવે નવો ધમાકો કરવા જઈ રહી છે. સમાચાર મુજબ એવુ બતાવાય રહ્યુ છે કે ટૂંક સમયમાં જ 4જી VoLTE ફોન માર્કેટમાં લૉન્ચ થવાનો છે. જેની કિમંત ફક્ત 500 રૂપિયા રહેશે.  બજારમાં રિલાયંસ જિયો સિમ આવ્યા પછી અન્ય બધા ટેલિકોમ કંપનીઓના પરસેવા છૂટી જ ગયા હત અપ્ણ આ વખતે રિલાયંસ જિયો પોતાનો બહુપ્રતિક્ષિત ફીચર ફોન (4G VoLTE આધારિત)આ મહિને લૉંચ કરી શકે છે. બ્રોકરેજ ફર્મ એચએસબીસી દ્વારા એવુ  લગાવાય રહ્યુ છે કે આ ફોનની કિમંત 500 રૂપિયા રહેશે. 
 
થોડા સમય પહેલા જ મુકેશ અંબાનીએ જિયો સિમ લૉંચ કરીને ટેલીકોમ ઈંડસ્ટ્રીમાં જોરદાર પ્રતિસ્પર્ધા રજુ કરી હતી. જ્યાર પછી હવે તે 4G VoLTE ફોન લૉંચ કરવા જઈ રહી છે. જેની કિમંત માત્ર 500 રૂપિયા બતાવાય રહી છે.  સમાચાર મુજબ એવુ બતાવાય રહ્યુ છેકે 21 જુલાઈના રોજ રિલાયંસ ઈડસ્ટ્રીમાં થનારા એનુઅલ જનરલ મીટિંગમાં આ ફોનને લૉંચ કરવાનુ એલાન કરી શકાય છે.  એચએસબીસીના ડાયરેક્ટર એનાલિસ્ટ રાજીવ શર્મા દ્વારા એવુ બતાવવામાં આવ્યુ છે કે માર્કેટમાં 2જીના યૂઝર્સને સીધા 4જી પર સ્વિચ કરવ્વા માટે આ 4G VoLTE ફોનને લૉંચ કરવામાં આવી રહ્યો છે. 
 
આ ફોનને માર્કેટમાં લાવ્યા પછી જિયો દરેક હૈડસેટ પર લગભગ 650-975 રૂપિયા સુધીનુ રોકાણ જાતે જ ઉઠાવશે. જિયો સિમથી જોરદાર શરૂઆત કર્યા પછી પણ રિલાયંસ જિયો એ સ્માર્ટ ફોનને પાછળ નથી છોડી શકી જે માર્કેટમાં પહેલાથી જ શક્તિશાળી રૂપમાં વિદ્યમાન હતા. આ સાથે જ તે પોતાના ફોન માટે કસ્ટમર્સ એકત્ર કરવાની કોશિશમાં પણ નિષ્ફળ રહી હતી.   
 
આ બધાનુ સૌથી મોટુ કારણ માર્કેટમાં ઓછા ભાવ પર 4જી હૈડસેટનું ન મળવુ હતુ.  આ સમસ્યાને દૂર કરવા માટે ઓછા ભાવમાં 4G VoLTE ફોનને લૉંચ કરવા જઈ રહી છે.  એક મોટી કંપનીના ટોપ એક્ઝેક્યુટિવે કહ્યુ, "આ 4જી ફોન લોંચ કર્યા પછી વર્તમાન કંપનીઓ પોતાના મોટાભાગના લો એંડ વોઈસ કસ્ટમર્સને ગુમાવી દેશે જેમાથી મોટાભાગના પ્રી-પેડ કસ્ટમર્સ છે.  આ 4જી ફોન માર્કેટમાં આવ્યા પછી તેના કસ્ટમર્સની સાથે જિયો સિમના યૂઝર્સમાં પણ વધારો થવાની શક્યતા બતાવાય રહી છે.