શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (11:10 IST)

મગફળીની આવક છતાં સિંગતેલના ભાવ એક જ દિવસમાં ડબે રૂ.30 વધી ગયા

Oils
રાજ્યમાં મગફળીની મબલખ આવક થઈ છે છતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, નાસ્તાનાં પેક્ડ પડીકાની માગમાં વધારો તેમજ આ પડીકામાં આવતા નાસ્તામાં પણ સિંગદાણાના વધુ ઉપયોગને કારણે સિંગતેલનો વપરાશ અને માગ વધતાં ભાવ ઊંચકાઈ રહ્યા છે.  મગફળીની આવક છતાં તેલના ડબ્બાના ભાવમાં ભડાકો થયો છે.

એક જ દિવસમાં સિંગતેલના ભાવ રૂ. 30નો વધારો થયો છે. એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 30નો વધારો થયો છે. સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2770થી વધીને રૂ. 2800 પહોંચ્યો છે. મગફળીની ખરીદી હજુ ચાલુ હોવા છતાં સિંગતેલમાં સતત ભાવવધારો થઇ રહ્યો છે. ચાલુ વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન છતાં આ સ્થિતિ છે.સતત વધી રહેલા ભાવના કારણે સામાન્ય અને મધ્યમવર્ગના ઘરોનું બજેટ ખોરવાયું છે. થોડા સમય અગાઉ સિંગતેલના ડબાનો ભાવ રૂ.3 હજાર વટાવી ગયો હતો. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર મગફળીનું ઉત્પાદન સારું રહ્યું છે અને બજારમાં આવક પણ મબલખ છે. પરંતુ ડિમાન્ડમાં વધારાને કારણે ભાવ ઊંચકાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 1 મહિનામાં જ સિંગતેલના ડબાની કિંમત રૂ.100થી વધુનો વધારો થઈ ચૂક્યો છે.