10,000 ના ATM વિડ્રોલમાં થઈ ગડબડી, 9 વર્ષ પછી વ્યક્તિને મળ્યા ૩.28 લાખ રૂપિયા, સુરતનો મામલો
atm technical glitch
ગુજરાતના સુરતમાંથી એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. નવ વર્ષ પહેલાં, એક વ્યક્તિને ATMમાંથી 10,000 રૂપિયા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નવ વર્ષની રાહ જોયા પછી, ગ્રાહક કોર્ટે હવે બેંક ઓફ બરોડાને પીડિતાને 3.28 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. ગ્રાહક કોર્ટે બેંક ઓફ બરોડાને આ આદેશ આપ્યો કારણ કે બેંક લગભગ નવ વર્ષ સુધી ATMમાંથી 10,000 રૂપિયાના નિષ્ફળ ATM વિડ્રોલને પરત કરી શકી નહોતી. કોર્ટે સ્વીકાર્યું કે બેંકે સફળ ટ્રાન્જેક્શનનો કોઈ પુરાવો આપવામાં નિષ્ફળ રહી હતી.
એસબીઆઈ નું એટીએમ, BOB માં ખાતું
TOI ના અહેવાલ મુજબ, 18 ફેબ્રુઆરી, 2017 ના રોજ, સુરતના ઉધનામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ATM માંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કરતી વખતે, એક ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઈ ગયા હતા, પરંતુ ATM માંથી પૈસા નીકળ્યા ન હતા. જ્યારે બેંક RBI દ્વારા નિર્ધારિત પાંચ દિવસમાં કાપવામાં આવેલી રકમ પરત કરવામાં નિષ્ફળ ગઈ, ત્યારે ગ્રાહકે વ્યવહારનો પુરાવો અથવા CCTV ફૂટેજ માંગ્યા. 21 ફેબ્રુઆરીએ બેંક ઓફ બરોડા ડુંભાલ શાખામાં લેખિત ફરિયાદ નોંધાવવા અને 10 માર્ચથી 23 મે દરમિયાન અનેક ફોલો-અપ ઇમેઇલ મોકલવા છતાં, બેંકે ન તો કોઈ પુરાવો આપ્યો કે ન તો કાપવામાં આવેલી રકમ પરત કરી.
આરટીઆઈની લીધી મદદ
પીડિત ખાતાધારકે 21 એપ્રિલ, 2017 ના રોજ SBI ને RTI અરજી કરીને CCTV ફૂટેજ મેળવવાની માંગ કરી હતી. 20 ડિસેમ્બર, 2017 ના રોજ, તેમણે સુરત ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો અને વળતર અને વ્યાજ સાથે 10,000 રૂપિયાની રકમ પરત કરવાની માંગ કરી. આ કેસમાં બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બંનેને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. બેંક ઓફ બરોડાના વકીલે દલીલ કરી હતી કે SBI ના ATM માંથી ઉપાડનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાથી, બેંક જવાબદાર નથી. વકીલે જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડાએ CCTV ફૂટેજ માટે SBI ને બે વાર પત્ર લખ્યો હતો, પરંતુ તે મળ્યો ન હતો
બેંક ટ્રાન્જેક્શન ને બતાવ્યું સફળ
ઇન્કવાયરીંગ બેંક (SBI) તરફથી મળેલા જવાબના આધારે, બેંક ઓફ બરોડાએ દાવો કર્યો હતો કે ઉપાડ સફળ દર્શાવવામાં આવ્યો હતો અને કોઈપણ અન્યાયી વેપાર પ્રથાઓનો ઇનકાર કરવામાં આવ્યો હતો. SBI કોર્ટમાં હાજર રહી ન હતી. કોર્ટે શોધી કાઢ્યું હતું કે બેંક ઓફ બરોડા લેખિત ફરિયાદ અને કાનૂની નોટિસ મળ્યા છતાં આ મામલો ઉકેલવામાં નિષ્ફળ ગઈ. તેણે ચુકાદો આપ્યો હતો કે બેંક SBI દ્વારા CCTV ફૂટેજ શેર કરવામાં નિષ્ફળતાને બહાનું તરીકે ટાંકી શકતી નથી. કોર્ટે જણાવ્યું હતું કે ગ્રાહકની આ બાબતમાં કોઈ સંડોવણી નથી. મજબૂત પુરાવા સાથે ઉપાડ સાબિત કરવાની જવાબદારી બેંક ઓફ બરોડાની હતી.
RBI નાં સર્કુલરનો આપ્યો હવાલો
સુરત કન્જ્યુંમર ડીસ્પ્યૂતસ રીડ્રેસલ કમીશન (CDRC એડિશનલ) એ ATM ઉપાડ અંગે 2019 ના RBI પરિપત્રનો ઉલ્લેખ કર્યો છે, જે નિષ્ફળ વ્યવહારોને પાંચ દિવસની અંદર પાછું ખેંચવાનો આદેશ આપે છે. વધુમાં, કોઈપણ વિલંબ માટે પ્રતિ દિવસ રૂપિયા 100 વળતરની જોગવાઈ છે. કમિશને બેંક ઓફ બરોડાને 24 ફેબ્રુઆરી, 2017 થી રૂ. 10,000 પરત ન થાય ત્યાં સુધી રૂ 100 પ્રતિ દિવસ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેમાં 9% વ્યાજ પણ સામેલ છે. 26 ફેબ્રુઆરી, 2026 ના રોજના આદેશ મુજબ, વિલંબ 3,288 દિવસ સુધી પહોંચી ગયો છે, જે કુલ રૂ. 328,800 થાય છે. બેંક ઓફ બરોડાએ 30 દિવસની અંદર આ રકમ ચૂકવવી પડશે. જો બેંક છેલ્લા દિવસે ચુકવણી કરે છે, તો વળતરની રકમ વધીને રૂ. 331,500 થશે, જે 3,315 દિવસનો વિલંબ દર્શાવે છે.

