ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :અમદાવાદ , મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (09:25 IST)

નવરાત્રિમાં ઘરેબેઠા કરો માતા વૈષ્ણો દેવીના Live દર્શન કરી મેળવો પ્રસાદ

: શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે તેની પ્રથમ પ્રકારની પહેલરૂપે એચડીએફસી બેંક દ્વારા સંચાલિત પોતાની એપ્લિકેશન શરૂ કરી છે. માયપ્રેયર એપ, એચડીએફસી બેંકની માય એપ્સ સેવાઓની શ્રેણી માંથી એક એપ છે, જેમાં ભક્તો ઓનલાઈન દર્શન અને આરતી જોઈ શકે છે, દાનકરી શકે છે, અને સરળતાથી પ્રસાદ ને પોતાના ઘરે મેળવી શકે છે.
 
'માતાવૈષ્ણોદેવી' એપ્લિકેશન તરીકે જાણીતી છે, તેને ખાસ તહેવાર ને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આનાથી લાખો શ્રદ્ધાળુઓને લાભ થશે જેઓ પરંપરાગત રીતે આ મંદિરની મુલાકાત લે છે પરંતુ કોવિડ -19 રોગચાળા ને કારણે મુસાફરી પરના પ્રતિબંધોને કારણે આ વર્ષે તે કરવામાં અસમર્થ રહેશે.
 
આ એપ્લિકેશન ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે અને વૈષ્ણો દેવી મંદિર માટે સંપૂર્ણ રીતે કસ્ટમાઇઝ કરવામાં આવી છે. #myPrayer એપ્લિકેશન એ બેંકની #myApps શ્રેણીનો એક ભાગ છે. વ્હાઇટ-લેબલ એપ્સ ગ્રુપ, જે ધાર્મિક સંસ્થાઓ, નગર પાલિકાઓ, હાઉસિંગ સોસાયટીઓ, સ્માર્ટ સિટીઝ, ક્લબ્સ અને જિમખાનાઓ ને પણ તેમના ઇકોસિસ્ટમ ને સંપૂર્ણ પણે ડિજિટાઇઝ કરવા માટે સક્ષમ બનાવે છે. આ એપ્લિકેશન્સ મૂળભૂત બેંકિંગ સેવાઓ ને વધુ મૂલ્ય પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી ને ડિજિટાઇઝેશન ને ઉચ્ચ સ્તર પર લઈ જવાની બેંકનીવ્યૂહરચના નો એક ભાગ છે.
 
આ એપ્લિકેશનનું ડિજિટલ ઉદ્દઘાટન મનોજ સિન્હા, જમ્મુ કાશ્મીરના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર, જે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના અધ્યક્ષ પણ છે.
 
માતા વૈષ્ણો દેવી ને સમર્પિત આ મંદિર જમ્મુ કાશ્મીરમાં ત્રિકૂટ નામના ત્રણ ચોટી વાળા પર્વતની ગડીમાં સ્થિત છે. તે સીધા માર્ગ દ્વારા સુલભ નથી. મંદિર સુધી પહોંચવામાં કટરા થી 12 કિ.મી.ની ચઢાવ પર નો પડકાર જનક ટ્રેકનો સમાવેશ થાય છે.  ભૌગોલિક પડકારો અને રોગચાળાને લીધે મુસાફરી પરની પ્રતિબંધોને જોતા દેશભરના દેવી-દેવતાના બધા ઉપાસકોને આ એપ્લિકેશન નો લાભ થશે.
 
 
એચડીએફસી બેંકના, સરકાર અને સંસ્થાકીય વ્યવસાય, ઈ-કોમર્સ અને સ્ટાર્ટ-અપ્સના કન્ટ્રી હેડ સ્મિતા ભગતએ જણાવ્યું હતું કે, “અમે માતા વૈષ્ણો દેવી મંદિર માટે માયપ્રેયર એપ શરૂ કરીને લાખો લોકોની સેવા કરવા માટે આનંદ અનુભવીએ છીએ.” #DigitalIndia મિશનની અનુરૂપ, એચડીએફસી બેન્કના માયએપ્સ ગ્રુપના પ્રોડક્ટ્સ અમારા સંસ્થાકીય ગ્રાહકો સાથે સુવિધા, રાહત અને વધારાની ડિજિટલ સેવા પૂરી પાડવા માટે રચાયેલ છે જેની ખાતરી કરવા માટે કે તેઓ તેમની સેવાઓ વધારી રહ્યા છે. અમારું માનવું છે કે આ દેશની સૌથી રિમોટ અને ભૌગોલિક રીતે પડકારરૂપ ક્ષેત્રોમાં આપણી સેવાઓનો વિસ્તાર કરવા બેન્કિંગથી આગળ વધવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે.