મુકેશ અંબાની બન્યા વિશ્વના 5માં સૌથી શ્રીમંત વ્યક્તિ

mukesh ambani
નવી દિલ્હી.| Last Modified ગુરુવાર, 23 જુલાઈ 2020 (12:03 IST)
રિલાયંસ ઈંડ્સ્ટ્રીઝના માલિક મુકેશ અંબાની બુધવારે વિશ્વના પાંચમા સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. રિલાયંસના શેયરની કિમંત આજે 2010 રૂપિયા પાર કરી ગઈ છે અને આ સાથે જ તેઓ પોતાની કુલ સંપત્તિ 75 અરબ ડોલરને પાર જવાથી ફોર્બ્સની દસ સૌથી શ્રીમંત લોકોની યાદીમાં 5માં નંબર પર આવી ગયા.

મુકેશ અંબાનીની શુદ્ધ સંપત્તિ આજે દસ મોટા ધનકુબેરોમાં સૌથી વધુ 3.2 અરબ ડોલરનો મોટો વધારો થયો.
આ યાદીમાં અંબાનીની પરિસંપત્તિઓ બારેન બફેટ, લૈરી પૈગથી વધુ થઈ ગઈ છે. એક અઠવાડિયા પહેલા પણ શ્રી અંબાની વિશ્વની પાંચ સૌથી શ્રીમંત લોકોની યાદીમાં સામેલ થતા પ ણ 43મી એજીએમ પછી રિલાયંસ શેયરને છ ટકાના લાગેલ ઝટકાથી આ સફળતા હાથ લાગતા રહી ગઈ હતી. ફોર્બ્સની આ રિયલ ટાઈમ ઈંડેક્સમાં આજે મુકેશ અંબાનીથી ઉપર પ્રથમ સ્થાન પર
185.8 અરબ ડોલર સાથે જેફ બેજોસ પ્રથમ નંબર પર છે. બિલ ગેટ્સ 113.1 અરબ સાથે જેફ બેજોસ પ્રથમ નંબર પર છે.
બિલ ગેટ્સ 113.1 સાથે બીજા અને બર્નાર્ડ અર્નોટ પરિવાર 112 અરબ ડોલર સંપદા સાથે ત્રીજા સ્થાન પર છે.
માર્ક જુકરબર્ગ 89 અરબ ડૉલર પરિસંપત્તિ સાથે ચોથા નંબર પર છે.


આ પણ વાંચો :